૨૦૧૯ના નવા એકટમાં ગ્રાહકોની ફરિયાદનો ખુબ ટૂંકાગાળામાં નિવેડો આવતો હોવાનું જણાવતા ડો.સુરેશ મિશ્રા
કેન્દ્ર સરકારના પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગના પ્રતિનિધિ ડો.સુરેશ મિશ્રા અને ડો.મમતા પઠાણીયા ‘અબતક’ના બન્યાં મહેમાન
રાજકોટ શહેર/જિલ્લા ગ્રાહકો સુરક્ષા મંડળ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ અનેક પ્રકારની પ્રવૃતિઓ કરે છે.ત્યારે તાજેતરમાં મોરબીની લખધીરજી એન્જિનીયરીંગ કોલેજ ખાતે કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ તેમજ ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશન, ન્યુ દિલ્હીના સંયુકત ઉપક્રમે ગ્રાહક સુરક્ષા અંગે સેમીનાર યોજાયો હતો. ગ્રાહક સુરક્ષા અને ઈન્ડિયન ઈન્સ્ટિયૂટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશનના જેમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ ડો.સુરેશ મિશ્રા અને ડો.મમતા પઠાણીયાએ હાજરી આપી હતી.
આ સેમીનારમાં ખાસ દિલ્હીથી પધારેલા ડો.સુરેશ મિશ્રા અને ડો.મમતા પઠાણીયાએ આજે ખાસ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમની સાથે માજી સાંસદ રમાબેન માવાણી અને રામજીભાઈ માવાણી પણ અબતકના આંગણે પધાર્યા હતા. અબતક સાથે ડો.સુરેશ મિશ્રાએ ગ્રાહક જાગૃતિ, ગ્રાહકોના હકો અધિકારી અને ગ્રાહકોમાં અવરેનેસ લાવવા અંગે વાતચીત કરી હતી.ડો.સુરેશ મિશ્રાએ આ અંગે જણાવ્યું હતું કેઆજે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે ત્યારે જો ગ્રાહકો કોઈને કોઈ રીતે પોતાના હકો અધિકારીથી માહિતગાર હોય તો તેઓ ચોકકસ ન્યાય મેળવી શકે. આજે ઘણા ગ્રાહકોને ભારત સરકારના અમુક કવોસીટી માર્કાની ખબર હોતી નથી એટલે કે યોગ્ય માહિતી હજુ ગ્રાહકો સુધી પહોંચી નથી આજે ગ્રાહકો ફોડના સમયમાં છેતરાઈ નહિ તે માટે વ્યાપક અભિયાન ચલાવવુ પણ એટલું જ અનિવાર્ય બન્યુ છે.
ગ્રાહકોને નિયમો કાનૂનની થોડી ઘણી માહિતી હોવી જરી છે.ગ્રાહકો ફરિયાદ કરવા ઈચ્છે તો એ પ્રકિયા પણ અત્યંત સરળ હોવી જરૂરી છે. ગ્રાહકો કોઈ પણ વસ્તુમાં છેતરાઈ તો .૧૦૦-૨૦૦ કે ૫૦૦ માટે માથાકૂટ છોડી દે છે.અને વળતર કરતાં ફરિયાદની રકમ વધી જવાનું વિચારી કમ્પ્લેઈન કરવાનું છોડી દે છે. ડો.સુરેશ મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૯ના નવા એકટ મુજબ ગ્રાહક ફરિયાદનો ખુબ ટુંકાગાળામાં ૨૧ દિવસમાં જ નિવેડો આવે છે.જે પણ ગ્રાહક માટે ફાયદાકારક છે. એકવાર અવરનેસ આવે ત્યારબાદ દરેક ગ્રાહકોના પ્રશ્ર્નો સોલ્વ થઈ શકે તેમ અંતે ડો.સુરેશ મિશ્રાએ જણાવ્યું હતું.