પૂછના મના હૈ…

પ્રશ્નોતરી કલાકો નહીં રાખવાના સરકારના નિર્ણયને વિપક્ષનો અવાજ દબાવવાનો આક્ષેપ

કેટલાંક વિપક્ષ નેતાઓએ ગુરુવારે સંસદમાં પ્રશ્નોતરી કાળ ન રાખવાના સરકારના નિર્ણય સામે વિરોધમાં ઉતરીને સરકાર પર ભારે પ્રહારો કર્યા હતા. આગામી ચોમાસુ સત્રમાં સંસદમા પ્રશ્નોતરી કલાકો ન રાખવાના સરકારના નિર્ણયને અવાજ દબનાવવાના પ્રયાસો તરીકે ગણાવીને વિપક્ષે તેનો વિરોધ  કર્યો હતો.

કોંગ્રેસે ફરીથી પક્ષના મુખ્ય પ્રવકતા રણદિપ સુરજવાલા ના માઘ્યમથી સરકારના આ નિર્ણયનો વિરોધ કરીને આક્ષેપ કર્યો હતો કે સરકારનો આ લોકતંત્રનું ગળુ ટુપો આપવા જેવો અને સસંદીય વ્યવસ્થા છીન્ન ભીન્ન કરી નાખવા જેવો છે.

એક સંબોધનમાં તેમણે કહ્યું હતું કે પોતાનો પક્ષ આ મુદ્દે સસંદની અંદર અને બહાર બન્ને જગ્યાએ ઉગ્ર વિરોધ કરશે બહુજન સમાજપાર્ટીના લોકસભાના સાંસદએ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી ટવીટમાં જણાવ્યું હતું કે આ અંગેનો પ્રશ્ન શેરીઓમાં ઉઠવો જોઇએ દેશનું સૌથી મોટી મહા પંચાયત લોકોના અવાજ ઉઠાવવા માટે છે. આ પ્રથાને સરકાર પ્રશ્નકાળ  ન યોજીને દુર કરી રહી છે. આ નવભારતના એક બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે.

ઓલ ઇન્ડિયા યુનાઇટેક ડેમો.ના પ્રમુખ બહરૂદ્દીન અજમલે સસંદના સત્રમાંથી પ્રશ્નકાળ દુર કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી જણાવ્યું હતું કે સરકાર અમને લોકતાંત્રિક અધિકારીથી વંચિત કરવાના પ્રયાસોમાં લાગી ગઇ છે. દેશના નાગરીકોના મહત્વના મુદ્દાઓને લઇને સસંદમાં પ્રશ્નો પહોચાડવાની જન પ્રતિનિધિ પ્રત્યે અમારી જવાબદારી છે. મહામારીના બહાને ખરેખર તો અમારું અવાજ દબાવવાની આ પેરવી છે. સરકારે અત્યારે દેશમાં સળગતા મુદ્દાઓ અંગે જવાબ આપવા ન પડે તે માટેના પ્રયાસો છે તેમ બદરૂદ્દીન અજમલે ટવીટમાં જણાવ્યું હતું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ કોરોના મહામારીનો ઉપયોગ કરીને પોતાની નિષ્ફળતાઓ અનેક મોરચે છુપાવવા સસંદના આગામી ચોમાસુ સત્રમાંથી પ્રશ્નોતરી કાળની બાદબાકી કરી રહ્યું છે.

એન.સી.પી. એ પણ અન્ય ઇલેકટ્રોનિક માઘ્યમો દ્વારા સસંદમાં પ્રશ્નોતરી કાળ યોજવા માંગણી મુકી છે. એન.સી.પી. ના પ્રવકતા મહેશ તાપસીએ એવો આક્ષેપ કર્યો છે કે ભાજપ કોરોના કોટોકટીની દલીલ આપી અનેક ક્ષેત્રે થઇલી પોતોની નિષ્ફળતા છુપાવવા માટે પ્રશ્નોતરી કાંળ રદ કરી રહી છે.

સસંદના શિયાળુ સત્રની શુનય કલાકોમાં કોઇપણ ખાનગી સભ્યોની દરખાસ્તો કે પ્રશ્ર્નોતરીકાળ નહિ યોજાય લોકસભા અને રાજયસભામાં સચિવ કક્ષાએ લેવાયેલા નિર્ણયનો વિપક્ષના નેતાઓએ વિરોધ કરીને સરકારના આ પગલાંને બિન લોકતાંત્રિક ગણાવ્યું હતું.

સરકારે જો કે જણાવી દીધું છે કે સરકાર સસંદ સભ્યો દ્વારા મુકવામાં આવનારા કોઇપણ લેખીત પ્રશ્ર્નોની ચર્ચા  અને જવાબ આપવાની પોતાની ફરજમાંથી જરાપણ દરુ જવાની નથી. સંસદના આગામી શિયાળુ સત્રમાં કોરોના કટોકટી ના પગલે મૌખિક પ્રશ્ર્નોતરી કાળ રદ કરવાના સરકારનાનિર્ણયનો વિપક્ષઓ વિરોધ ઉઠાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.