ઈડર શહેરની વર્ષો જૂની સહકારી સંસ્થા ઈડર નાગરિક સહકારી બેંકમાં સોમવારના રોજ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી રૂપિયા 10 લાખની માતબર રકમ ગુમ થયા હોવાની જાણ થતાં બેંકનો સ્ટાફ અને બોર્ડના ડિરેક્ટરો દિવસ રાત દોડતા થયા હતાં.
બેંકની પોતાની પ્રિવાઈસિમાંથી એક સાથે 10 લાખ જેટલી મોટી રકમ ગુમ થતાં સમગ્ર ઈડર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો બેંક ખાતે કેશિયર ની ફરજ બજાવતા મિલન સગરે સોમવારે બેંકના મેનેજર અને સી.ઈ.ઓ ને સ્ટ્રોંગ રૂમમાંથી 10 લાખ રૂપિયા ગુમ થયાં હોવાની જાણ કરી હતી બેંકના મેનેજર અને સી.ઈ.ઓ તાત્કાલિક બેંકના સ્ટાફ અને બોર્ડ ડિરેક્ટરોને બેંક ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી મોડી રાત સુધી બેંકના સ્ટાફે કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ નહીં આપતાં બેંકના બોર્ડ ડિરેક્ટરો અને મેનેજર,સી.ઈ.ઓ તેમજ બેંકના વકીલ સાથે મામલો પોલીસ મથક સુધી પહોચ્યો હતો.
સોમવારની મોડી રાત્રે બેંકના વકીલ દ્વારા બેંક મેનેજર, સી.ઈ.ઓ અને બોર્ડ ડિરેક્ટરોની હાજરીમાં બેંકનાં કેશિયર વિરૂધ્ધ ઈડર પોલીસ મથકે 10 લાખ રૂપિયા ગુમ થયા હોવાની કેશિયર મિલન સગર નામ જોગ સાથે લેખિતમાં અરજી આપવામા આવી હતી સોમવારના દિવસે બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી ગુમ થયેલા દશ લાખનો કોઈ નિવેડો ન આવતાં બોર્ડ ડિરેક્ટરો અને બેન્કના મેનેજર,સી.ઈ.ઓ સહિતના જવાબદાર સતાધીશોએ ભેગા મળીને શુક્રવાર મોડી રાત્રે બેન્કના સ્ટાફ વિરૂધ્ધ 10 લાખ રૂપિયા ગુમ થયા હોવાની ઈડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી બેન્કમાં સોમવારનાં દિવસે ગુમ થયેલા દશ લાખ રૂપિયાને લઈ બેન્કના સી.ઈ.ઓ દ્વારા બેન્કના કેશિયર મિલન સગર વિરૂધ્ધ નામ જોગ પોલીસ મથકે અરજી આપવામા આવી હતી અને બેન્ક દ્વારા મંગળવારે કેશિયરને આરોપી ગણી પોલીસ મથકે અરજી આપવામા આવતાં ઈડર શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
લોક ચર્ચા વચ્ચે શુક્રવારે મોડી રાત્રે બેંક દ્વારા કેશિયરને સાઈડ કરી બેન્કમાં ફરજ બજાવતા બેન્ક મેનેજર બેંકના એકાઉન્ટન્ટ, ઓફીસર-4, કેશિયર/ક્લાર્ક કુલ 12 તથા બેન્કમાં ફરજ બજાવતા 4 સેવકો મળી કુલ 25 કર્મચારીઓ વિરૂધ્ધ ઈડર પોલીસ મથકે દશ લાખ ગુમ થયાંની ફરીયાદ નોંધાવવામાં આવી છે બેન્કનાં સ્ટ્રોંગ રૂમમાંથી ગુમ થયેલા દશ લાખનો કોઈ નિવેડો નહીં આવતાં ગ્રાહકો તેમજ સભાસદોમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે અત્યારે હાલ તો બેંક દ્વારા દશ લાખ ગુમ થયાને લઈ ઈડર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા બેંકનાં ગ્રાહકોએ ઈડર પોલીસ સામે યોગ્ય ન્યાયની મીટ માંડીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે શું બેંકનાં સ્ટ્રોંગ રૂમમાંથી ગુમ થયેલા દશ લાખનો આરોપી બેન્કનો કર્મચારી છેકે કોઈ અન્ય તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે.