- ચૂંટણી કમિશ્નમાં આચર સંહિતા ભંગ મુદ્દે કોંગ્રેસે કરી ફરીયાદ
- બુધવારે વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના કાર્યક્રમનો મામલો
ચુંટણીના પડઘમ વાગી ગયા છે દરેક પક્ષ પ્રજાને મત માટે રીઝવવાની પુરતી કોશિશકરી રહ્યા છે. તેવા સમયે ચૂંટણીની તારીખો જાહેર થયી છે ત્યારથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ પડી ગયી છે. ત્યરે જો કોઈ નેતા ચુંટણી પ્રચાર માટે સરકારી સંપતિનો ઉપયોગ કરે છે તો તેની વિરુધ્ધ કાર્યવાહી થયી શકે છે. તેવા સમયે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા સામે સરકારી સંપતિનો ઉપયોગ કરવા બાબતે ફરિયાદ નોંધાઈ છે.
સરકારી મિલ્કતનો ઉપયોગ કરવા મુદ્દે થઇ ફરિયાદ
બુધવારે વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસની આચાર સંહિતા ભંગની ફરીયાદ સામે આવી છે. કોંગ્રેસ મહામંત્રી વી. ટી. સીડા એ ચૂંટણી પંચમાં ફરીયાદ કરી વંથલી માર્કેટીંગ યાર્ડમાં ભાજપની સભા અને જમણવાર કર્યા બદલ કોંગ્રેસે આચાર સંહિતા ભંગની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.