મહેસાણા: હમણાં થોડા દિવસો પહેલા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બેફામ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેમાં શારીરિક ઈજા પહોંચાડવા તથા ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવી હતી તેમજ રાહુલ ગાંધીની જીભ કાપી લાવનારને ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેની સામે કોંગી આગેવાનો લાલઘુમ થયાં છે.
ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા તેની વિરુદ્ધ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદેશોનુંસાર સમગ્ર દેશમાં જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારે ગુજરાતમાં પણ જિલ્લા અને શહેર કક્ષાએ વિરોધ પ્રદર્શન ચાલુ છે તેમજ ભાજપ અને તેના સાથે પક્ષોના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે બાબતે આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તથા મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા તે બાબતે ભાજપના નેતાઓ અને તેના સહયોગી ભાગીદારોની ખુલ્લી ધમકીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
કિશોર ગુપ્તા