1 સપ્ટેબરથી વર્ગોનો પ્રારંભ: એડમિશન 22 ઓગષ્ટથી પ્રારંભ
આહીર સમાજના યુવા ભાઇઓ તથા બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા આપી પોતાની કારકીર્દી ઘડી શકે અને તેઓ પણ ઉચ્ચ હોદ્દા પર પહોંચે તેવા હેતુથી તલાટી, પંચાયત ક્લાર્ક જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના તાલીમ વર્ગ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે આહિર સમાજના ભાઇઓ-બહેનો માટે રાજકોટના 150 ફુટ રીંગરોડ પર રામદેવપીર ચોકડી નજીકના પરીશ્રમ સ્કુલ ખાતે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા એડમિશન કાર્ય અને ત્યાર બાદ તાલીમ વર્ગનુ આયોજન કરેલ છે.
આહીર સમાજના યુવાનો માટે તલાટી, પંચાયત ક્લાર્ક જેવી સરકારી નોકરીઓના ભરતી પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગ માટે તા.22 ઓગષ્ટ, સોમવાર થી 27 ઓગષ્ટ, શનિવાર સાંજે 7:00 થી 8:30 દરમ્યાન વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે ત્યારબાદ 01 સપ્ટેબર, ગુરૂવાર થી તાલીમ વર્ગોનો પ્રારંભ કરવામાં આવશે, આ વર્ગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવશે, ક્રિષ્ના ફાઉન્ડેશન વર્ષ 2013 થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં 1,500 થી વધુ વિધાર્થોઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારમાં જોડાઇને સેવા આપી રહ્યા છે, વધુ માહિતી માટે મોબાઇલ નં.9558337762 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.