જાપાનની એક કં૫નીએ ધ્રુમપાન કરનારાઓને અટકાવવા માટે એક અનોખી પહેલ કરી. આ નિયમ અનુસાર કં૫નીના જે કર્મચારીઓ સીંગરેટ નથી પીતા એવા લોકોને કં૫ની એ કર્મચારી જ્યારે પણ રજા માંગે તેને આપવી એવો નિયમ બહાર પાડ્યો. સાંભળીને અચુક નવાઇ લાગશે જાપાન કં૫નીએ આવા નીયમ પાછળનું કારણ પણ બતાવ્યું.
વાત એમ છે કે જાપાનના ટોકીયોમાં આવેલી ‘ઓનલાઇન ક્ધસલ્ટિંગ અને માર્કેટીંગ કં૫ની પીઆલામાં આશરે ૧૨૦થી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે. જે કર્મચારીઓ ધુમ્રપાન કરે છે. એની તુલનામાં ધુમ્રપાન ન કરનાર કર્મચારીઓ તેની સીટમાંથી ખૂબ ઓછા ઉભા થતા હોય છે. તેથી ધુમ્રપાન ન કરનાર કર્મચારીઓ માને છે કે તેઓ ધુમ્રપાન કરનાર કર્મચારીઓ કરતા વધારે કામ કરે છે અને કં૫નીને વધારે સમય આપે છે.
કં૫નીના માલીક હિરોતાકા મત્સુશિમાના જણાવ્યા પ્રમાણે આ કં૫ની ૨૯માં માળે આવેલી છે.જેથી કર્મચારીઓને સ્મોકિંગ કરવા માટે ૧૦માં માળે આવવું પડતું જેની પાછળ ૧૦ મીનીટ જેટલો સમય વેડફાઇ જતો તથા સ્મોકિંગ દરમ્યાન વાતુએ લાગી જાય તો વધારે સમય થઇ જતો તેથી કં૫નીએ એવુ નક્કી કર્યુ કે ધુમ્રપાન કરનારને સુધારવાનાને બદલે ધુમ્રપાન ન કરનારને ઇનામ આપવાનું નક્કી કર્યુ. આવા નિયમને કારણે કર્મચારીએ ધુમ્રપાન કરવાનું ઓછુ કરી નાખ્યું જેથી તેઓને મળતી રજાઓની મજા માળી શકે અને સીગરેટને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ વધારે નુકશાન ન થાય.