પદાધિકારીઓ દ્વારા વોર્ડ વાઇઝ ટીમોની કામગીરીની સમીક્ષા કરાઈ
હાલ કોરોના વાઈરસનો સામનો કરવા માટે વિવિધ સાવચેતીરૂપ પગલાંઓ લેવામાં આવી રહયા છે ત્યારે તેમાં જાહેર સ્વચ્છતા અને વ્યક્તિગત જાગૃતિની બાબત ખુબ જ મહત્વપૂર્ણ બની રહી છે. આવા સંજોગોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીના પગલાંઓ લેવા જાહેર સ્વચ્છતા, જાહેર માર્ગો પરી અનાધિકૃત દબાણો હટાવવા, અને ટ્રાફિક પ્રશ્નમાં રાહત મળે તેવા આશયી રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી વોર્ડ વાઈઝ રચવામાં આવેલી દબાણ હટાવ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં શરૂ થયેલી કામગીરીની સમીક્ષા કરવા માટે માન. મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળેલી એક બેઠકમાં ઘનિષ્ઠ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ઉપરાંત નાયબ કમિશનર એ. આર. સિંહ, બી. જી. પ્રજાપતિ, સી. કે. નંદાણી તથા તમામ વોર્ડની ટીમોના પ્રભારી, પોલીસ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ, વોર્ડ ઓફિસરો, દબાણ હટાવ શાખાના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતાં.
આ મીટિંગમાં વોર્ડ વાઈઝ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ જે તે વોર્ડમાં હજુ કઈ કઈ કામગીરી કરવાની થાય છે તે અંગે પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર તરફી તમામ વોર્ડની ટીમોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વોર્ડ ટીમો દ્વારા થઇ રહેલી કામગીરીની પ્રશંસા પણ કરી પદાધિકારીઓ અને કમિશનરએ ટીમ મેમ્બરોના ઉત્સાહમાં વધારો પણ કર્યો હતો. સાથો સાથ નાગરિકો દ્વારા પણ આ કામગીરીની નોંધ લેવામાં આવી રહી છે તે બાબતને નજર સમક્ષ રાખી દરેક વોર્ડની ટીમોને આ કાર્યવાહી વધુ ઘનિષ્ઠ બનાવવા સૂચના આપવામાં આવી હતી.
આ મીટિંગમાં એ બાબત પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો કે, રાજકોટ મહાનગરપાલિકાની આ કામગીરી જાહેર જનતાને સીધીરીતે સ્પર્શે છે. કામગીરીના પરિણામો જાહેર માર્ગો પર દેખાય પણ છે. આ કાર્યવાહીનો ઉદેશ એ છે કે, લોકોને અસ્વચ્છતા, જાહેર માર્ગો પર અનઅધિકૃત દબાણો અને ટ્રાફિકના પ્રશ્નમાંથી રાહત મળે.
કામગીરીમાં ગંદકી જોવા મળવાના કિસ્સામાં રૂ.૩,૨૮,૪૨૮ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે. દબાણ હટાવની કામગીરીમાં રૂ. ૩,૪૫,૬૨૫નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. મંડપ છાજલીનો રૂ. ૭૭,૧૯૧ નો વહીવટી ચાર વસૂલ કરાયો છે. જ્યારે ૧૦૦ કિ.ગ્રા. જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયેલ છે. જાહેર માર્ગ પર રેકડી રાખી ટ્રાફિકને અડચણ ઉભી કરતા ધર્ંધાીઓ પાસેથી ૧૮૬૨ કિલોગ્રામ જેટલો શાકભાજી, ફળફૂલનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે જ્યારે ૮૬ નંગ રેકડી અને કેબીનો પણ ઉપાડી લેવામાં આવેલ છે. જ્યારે વિવિધ માર્ગો પરી અડચણરૂપ એવી ૯૦૯ જેટલી પરચુરણ ચીજવસ્તુઓ પણ જપ્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ માર્ગો કે સર્કલ પર મહાનગરપાલિકાની મંજુરી વગર મુકવામાં આવેલા વિવિધ ૫૦૯ બોર્ડ બેનર જપ્ત કરાયેલ છે.