Abtak Media Google News
  • સંગીતનું માનવ સ્વાસ્થ્ય માટે અનેરૂ મહત્વ રહ્યું છે: સંગીત વિનાનું જીવન પશુતુલ્ય લાગે!

વિશ્ર્વમાં ભાગ્યે જ કોઇ હશે જેને સંગીત પ્રત્યે પ્રેમ નહી હોય, સૂર અને સ્વરના માઘ્યમથી રચાયેલી સંગીતકલા વર્ષો પુરાણી છે. ભારતીય સંગીત શાસ્ત્ર પ્રમાણે ગાયન, વાદન અને નૃત્યએ ત્રણેયના સમન્વયને સંગીત કહેવામાં આવે છે. દુનિયામાં સંગીત દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેની શરૂઆત સૌ પ્રથમ 1982માં થઇ હતી. આમ, ભારતીય સંગીતનો ઇતિહાસ વર્ષો જુનો છે. ત્યારે મનને શાંત રાખવામાં ઘણું ફાયદાકારક નીવડે છે. સ્વચ્છ રહેવા માટે સીકે્રટ મંત્ર એટલે સંગી શરીરને માટે કસરત જરુરી છે. તેટલું જ જરુરી સંગીત છે. ઉદાસીનતા, મુંઝવણ, મુશ્કેલીઓના હલ માટે સંગીત આરામદાયક માનવામાં આવે છે.

મનને શાંત રાખવા તથા માનસીક શાંતિ માટે લોકો સંગીતનો સહારો લેતા હોય છે એમાં પણ ભારતીય સંગીતની તો વાત જ નીરાળી હોય છે. ભારતીય સંગીતશાસ્ત્રમાં અનેક વાદ્યોનો ઉલ્લેખ છે દરેક વાદ્યોની પોતાની આગવી વિશેષતા છે. પરંતુ વેસ્ટર્ન મ્યુઝીક આવવાથી પરંપરાગત વાદ્યો જાણે લુપ્ત થવા લાગ્યા છે. તો ચાલો જાણીએ વિવિધ લુપ્ત થતાં વાદ્યો વિશે

આ સિવાય પિત્તળમાંથી બનતું નાગફળી, થાળીવાદ્ય, જાંડીયા પાવા, પકાની, આવા અનેક પારંપારિક વાદ્યો આજે લુપ્ત થવાને આરે છે. તેનો ઇતિહાસ ભવ્ય છે. સંગીત એકમાત્ર સાધન છે જે તનને, મનને શાંત રાખે છે.

સંગીતના દરેક સ્વરમાં શકિત રહેલી છે. મ્યુઝિક સાંભળવાથી ખુબ જ ફાયદો થાય છે. સંગીતમાં આપણી મુશ્કેલીઓ દુર કરવાની ક્ષમતા છે. સૌથી સરળ રસ્તો એટલે સંગીત જે શારીરિક, માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે પણ મદદ કરે છે. તે ઘણી સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. ઉત્સાહપૂર્ણ સંગીત અથવા ગીતો સાંભળવાથી મગજમાં સેરોટોનિન નામના હોર્મોનનું સ્તર વધે છે અને માણસનું મુડ સુધરે છે. હ્રદય અને મગજ માટે સંગીત ફાયદાકારક છે.

સિતાર:- આ વાદ્ય મોટે ભાગે દ. ભારતમાં વગાડવામાં આવે છે. મુખ્યત્વે હિન્દુસ્તાનની સંગીતમાં સિતારનો ઉપયોગ થાય છે. તેને ભારતીય વાદ્યનું કેન્દ્રબિંદુ ગણવામાં આવે છે.

સંતુર:- આ વાદ્ય વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે શાસ્ત્રીય શૈલીમાં સૂફી સંગીત માટે તેનો ઉપયોગ થાય છે આ વાદ્યમાં કુલ 100 તાર હોય છે જે લોકોના મનને મોહનાર અને કર્ણપ્રિય વાદ્ય છે.

પાવરી:- ડાંગના આદિવાસીઓમાં પાવરી લોકપ્રિય વાદ્ય છે. પહેલાના સમયમાં ગાય કે બળદના શિંગડામાંથી પાવરી વાદ્ય બનાવવામાં આવતું હતું. પરંતુ હવે આ વાદ્ય વાંસમાંથી બનાવવામાં આવે છે. પરંતુ આ પરંપરારિક વાદ્ય લુપ્ત થાવના આરે છે.

સરોજ:- આ વાદ્ય પ્રાચીન છે જે સુમધુર તંતુ વાદ્ય છે તેને સિતારની જેમ જ નખથી વગાડવામાં આવે છે નોર્થ ઇન્ડિયામાં આ વાદ્યને ઘણી લોકપ્રિયતા મળી છે.

સારંગી:- આ વાદ્ય વોકલ કલાસીક સંગીત વગાળતી વખતે નોર્થ ઇન્ડીયાના લોકો હાર્મોનિયમને બદલે સારંગી વધુ પસંદ કરે છે.

તણાવ અને ચિંતામાં રાહત

સંગીત સાંભળવાથી તપાવ અને ચિંતામાંથી રાહત મળી શકે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જયારે લોકો સંગીત સાંભળે ત્યારે કોટિસોલ હોર્મોનનું સ્તર ઘટી જાય છે. તેને સ્ટ્રેસ હોર્મોન કહેવાય છે. મેમરી શાર્પ થાય છે. સંગીત સાંભળવાથી યાદશકિતમાં સુધારો થાય છે. સંગીત યાદ રાખવાની ક્ષમતા સકારાત્મક અસર કરે છે. યાદશકિત તેજ અને મગજને ફાયદા થાય છે. માનસીક સ્વાસ્થ્ય પણ મજબુર બને છે.’

માનસિક બિમારીમાં રાહત મળે

સંગીત માનસિક બિમારીની સારવારમાં મદદરુપ બને શકે છે. જે મગજના કાર્ય માનસિક સ્વાસ્થ્યમાં મહત્વની ભુમિકા ભજવે છે. કોઇપણ માનસિક બિમારી સામે લડત આપવા સંગીત ફાયદાકારક છે.

રાવણહથ્થો:- જે આજે લુપ્ત થવાના આરે છે જે શ્રીલંકાના હેલા સંસ્કૃતિમાંથી ઉદભવ્યું હોવાનું મનાય છે. ગુજરાતમાં પણ રાવણહથ્થો એટલુ જ પ્રખ્યાત છે. પહેલાના સમયમાં રાજકુમારો રાવણહથ્થાને વગાડતા શીખતા હતા.

હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે

સંગીતની તીવ્રતાથી શ્ર્વાસની ગતિ હ્રદયના ધબકારા બ્લડ પ્રેશર બદલાય શકે છે. હ્રદયના સ્વાસ્થ્ય માટે સંગીતના ‘સુર’ ખુબ જ મદદનીય છે. મનની લાગણી, સ્મિતનો સંગાથ સંગીત મનુષ્ય માટે આર્શીવાદ સમાન છે. ઇશ્ર્વરે સર્જન કરેલું સંગીત સમગ્ર પ્રકૃતિના લયનો ધબકાર છે. મનુષ્યના જન્મની સાથે જ હાલરડાથી માનવ જીવન સંકળાયેલું છે. સંગીત માનવને પરમતત્વ સાથે જોડતું એક માઘ્યમ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.