મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડાલીયા, ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ રાષ્ટ્રઘ્વજ ફરકાવી દેશ વંદના કરી
સુરેન્દ્રસિંહ વાળાના સહિયર ની ભરપુર પ્રસંશા કરતા સાંસદ રામભાઇ મોકરીયા દિન પ્રતિદિન જેની રાહ જોતા હતા એ નોરતા ના દિવસ સાત જતા રહ્યા પણ રોજ રાત પડેને દિ ઉગે તેવી રંગત જમાવતા ખેલૈયાઓ નોરતાને સહિયર કલબમાં યાદગાર બનાવી રહ્યા છે.
હેયૈ હૈયું હળાય તેવા પ્રક્ષકો તથા ખેલૈયાઓ તથા ડેઇલી પારા ધારકોનો ધમધમતો પ્રવાહ શનિવાર – રવિવારની રાત્રીએ સયિહર તરફ આકર્ષિત થયો હતો. તમામ મહેમાનોને અગવળતા ન પડે તે માટે દુરદેશી રાખી સહિયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળાએ ગ્રાઉન્ડ મોટુ કરી આપતા ખેલૈયાઓને મોકળાશ થી રમી રહ્યા હતા.
સહિયરના સુપ્રસિઘ્ધ ગાયકો રાહુલ મહેતા, સાજીદ ખ્યાર, સાગરદાન ગઢવી, ઉર્વી પુરોહિત પોતાના ગમતીલા કલેકશન સાથે ખેલૈયાઓને મોજ કરાવી હતી. બને દિવસ રીઘમ એકશન પર વેરાઇટી આપતા હિતેષ ઢાકેચા અને કલાકારો દ્વારા રીઘમ એકશન પર માટલા, મટુડી, ટેબલ, કોરા બોક્ષ, નગારુ વગાડી અલગ અલગ પેટન પર પ્રેક્ષકોનો મંત્રામુગ્ધ કર્યા હતા.
જીલ એન્ટરટેમેન્ટ સંગીત ગ્રુપ અને પેરેમાઉન્ટ સાઉન્ડની જમાવટથી સહિયર ના ખેલૈયાઓ સાથે જમાવટ થઇ હતી. ગાંધી જયંતિ નીમીતે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ ઉપસ્થિત રહી વિશેષ શુભકામના પાઠવી હતી.
રાસોત્સવ અંતે વંદેમાતરમ ગાન સમયે ગુજરાતના પર્યટન મંત્રી અરવિંદભાઇ રૈયાણી તથા સહિયર પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા એ રાષ્ટ્રભકિત કરી રાષ્ટ્રઘ્વજ ફરકાવ્યો હતો. હા મે હનુમાન હું… દેશ મેરા રામ હે, સીના ચિરકર દેખલો…. દિલ મેં હિન્દુસ્તાન હૈ જેવી જાનદાર શબ્દ રચના સાથે તેજસ શિશાગીયાએ દેશભકિતનું વાતાવરણ જીવંત બનાવ્યું હતું.