આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવોનું પોલીસ બ્યુગલર્સ દ્વારા વેલકમ બેન્ડી ભવ્ય સ્વાગત કરાશે
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રર્પણ કરશે. આ વેળાએ દેશભરના ૩૩ રાજ્યોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સાથે સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાશે
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક કેવડીયા કોલોની, નર્મદા ખાતે કરવામાં આવનાર છે જેમાં ભારતની આંતરિક અને સરહદીય સુરક્ષા જેના ખભા પર છે તેવા ગુજરાત પોલીસ દળ, એસ.આર.પી.એફ, સી.આર.પી.એફ, આર્મી, નેવી અને એર ફોર્સના ૭ સેરેમોનીયલ બેન્ડસ દ્વારા સાંગીતિક પ્રસ્તુતિ શે. ઉપરાંત ભારતવર્ષમાંથી ૨૯ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વૃંદો પોતાની સાંસ્કૃતિક ધરોહરની પ્રસ્તુતિ દ્વારા જ્યારે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આગળ વધશે ત્યારે વડાપ્રધાન સહિત મહાનુભાવોનું સ્વાગત કરશે.
સૌ પ્રથમ ગુજરાત પોલીસના બ્યુગલર્સ દ્વારા મહાનુભાવોનું વેલકમ બેન્ડી સ્વાગત કરાશે. ત્યારબાદ, વડાપ્રધાનના વરદ હસ્તે વોલ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. ત્યારબાદ, સમગ્ર દેશમાંથી પધારેલા સાંસ્કૃતિક જૂથો એક પછી એક પ્રસ્તુતિ કરશે.