Abtak Media Google News

800px Blue and Yellow Macawઅમુક પ્રજાતિ તો માણસ કરતાં પણ વધુ આયુષ્ય ભોગવે છે: ખુબ જ વિકસિત બુઘ્ધિ ધરાવતા આફ્રિકન ગ્રે જેવા અનેક પોપટ 400 થી વધુ શબ્દો યાદ રાખી શકે છે: સૌથી મોટો મકાઉ પોપટ એક જોડી બનાવીને જવન પુરૂ કરે છે

વિશ્વના સૌથી મોટા પોપટની ફકત છ પ્રજાતિઓ જ હાલ બચી છે: મકાઉ પોપટ પૃથ્વી પરના સૌથી મજબૂત ચાંચના માલિક છે: અમુક પ્રજાતિની ગંધ પારખવાની શકિત નબળી હોવાથી તે શિકારથી બચવા ઝાડની ટોચ પર બેસવાનું પસંદ  કરે છે

વિશ્વભરમાં રંગબેરંગી રૂપકડા વિશાળ પોપટની અનેરી દુનિયા છે. અમુક પ્રજાતિના પોપટનું આયુષ્ય માનવી કરતાં પણ વધુ જોવા મળે છે. આજે પૃથ્વી ઉપર 3પ0 થી વધુ પ્રજાતિના પોપટ જોવા મળે છે જેમાં ઘણી નાની મોટી પ્રજાતિઓ લુપ્ત થવા જઇ રહી છે. 80 વર્ષ ઉપર જીવતાં મકાઉ જાતીના લાંબા અને મોટા પોપટ આપણે સરકસમાં જોયા હોય છે જે 400 થી વધુ શબ્દો યાદ રાખવાની ક્ષમતા સાથે ખુબ જ વિકસીત બુઘ્ધિ ધરાવતા હોવાથી ઘણા કરતબો  ટ્રેનીંગ આપવાથી કરી શકે છે. અમુક મોટી પ્રજાતિમાં તેના શરીરનાં કદ કરતા પણ મોટી રંગીન પૂંછડી તેના આકર્ષણનું કેન્દ્ર હોય છે. જો કે ‘કાકાટું’ જેવા પોપટને માથે સફેલ, પીળી કલગી ખુબ જ સુંદર લાગે છે.

પોપટની દુનિયામાં આપણે આપણાં લીલા દેશી પોપટ કે થોડા મોટા પહાડી પોપટ અથવા નાના બજરીગર, લવ બર્ડની વિવિધ જાતો જ નિહાળી હોય છે. દુનિયા એક જ પોપટમાં લાલ, પીળો, વાદળી જેવા કલરો પણ જોવા મળે છે. આવા રૂપકડા પોપટની કિંમત પણ લાખેણી હોય છે જેમ કે મકાઉ 4 લાખથી 10 લાખનો તો આફ્રિકન ગ્રે 79 હજાર રૂપિયામાં મળે છે. વિદેશી પોપટનો દેખાવ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. ક્રે સ્ટેડ કાકા ટૂઝ ખુબ જ બુઘ્ધિશાળી પ્રજાતિનો પોપટ છે.

વિદેશી પોપટની વિવિધ પ્રજાતિઓમાં બ્લુમકાઉ, કા કા ટુઝ, આફ્રિકન ગ્રે, સ્વિટ્ટાકુલો ક્રેમરી, કાકાપો, બ્લેક પોપટ જેવા જોવા મળે છે. ન્યુઝિલેન્ડમાં જોવા મળતો કાકાપો જેને ઘુવડનો પોપટ પણ કહે છે તે એક પ્રાચિન જીવંત પક્ષી છે. તે ઉડી શકતો નથી તેથી નિશાચર જીવનશૈલી જીવન જીવે છે. ર થી 4 કિલો વજન ધરાવતો આ પોપટ તેની પાંખોનો ઉપયોગ પેરાશુટ જેમ કરે છે, તે ઝાડની ટોચ  પર ચડી શકે છે અને ત્યાંથી કુદી પણ શકે છે.

વિશ્વના સૌથી મોટા પોપટની ફકત 6 પ્રજાતિઓ હાલ બચી છે. કેપ્ટિવ બ્રીડિંગ અને કદ, રંગ, પાત્ર અને ટેવમાં એકબીજાથી ભિન્ન જોવા મળે છે. જીનસ મકાઉના આ પ્રતિનિધિઓની લંબાઇ 80 થી 95 સે.મી. હોય છે. પીંછાઓના રંગમાં પીળો, લાલ, વાદળી, લીલો જેવા મીકસ કલરો પણ હોય છે. આ પક્ષીઓ પૃથ્વી પરના સૌથી મજબુત ચાંચ ના માલિક છે. બધા મકાનની એક વિશિષ્ટતા સુવિધા આંખોની આજુબાજુ અને માથાની બાજુઓ પર સ્થિત ચામડીના વિસ્તારોને ખુલ્લી પાડતી જોવા મળે છે.

આ મકાઉ વિવિધ શબ્દો – શબ્દ સમુહ કે ઉઘરસ, રૂદન, વ્યકિતના હાસ્ય, કુતરાનો અવાજ સાથે ઘરનાં ઉપકરણો જેવા કે ડોરબેલ, મોબાઇલ રીંગટોન, દરવાજા ખુલવાનો અવાજ, સ્કુટર, ગાડીનો અવાજની આબેહુબ નકલ કરી શકે છે. મોટા પોપટની ગંધ પારખવાની શકિત નબળી હોવાથી તે શિકારથી બચવા ઝાડની ટોચ પર બેસવાનું પસંદ કરે છે. મોટા પોપટ માટે મોટુ અને વિવિધ ફેસીલીટી વાળું પાંજરૂ જરુરી છે. જેમાં તેના વિવિધ રમકડા સાથે બહાર નીકળીને ઉપર પણ બેસે છે.

મોટી પ્રજાતિના વાદળી મકાઉને બચાવવા પક્ષી શાસ્ત્રીઓ મહેનત કરી રહ્યા છે. 2007 બાદ સંવર્ધના કાર્યોથી સંખ્યા 100 ટકા વધી ગઇ છે. જાપાન, ઓસ્ટ્રેલીયા, આફ્રિકા જેવા દેશોમાં રૂપકડા પોપટની સંખ્યા વધારે જોવા મળે છે. એ લિસ્ટરસ લિલા પેરોટ માત્ર ન્યુગિનીના ટાપુ ઉ5ર જ જોવા મળે છે. જેને પાંખો પીળી, માથુ અને પેટ લાલ અને પાછળનો ભાગ કાળો હોય છે. દુનિયામાં સૌથી રુપકડા આ પોપટની ગણના થાય છે.

મેકિસકોના જંગલોમાં ગ્વાટે માલા, બેલિઝ અને હોન્ડુરાસમાં એમોઝોનનો તેજસ્વી રંગબેરંગી પોપટનો પરિવાર રહે છે. પીળા માથાવાળા એમેઝોન જોડીમાં જ જીવે છે. મકાઉ પણ તેની લાઇફમાં એક જ પાર્ટનર સાથે જીંદગી પસાર કરે છે. પોપટ મોટાભાગે જુથ બનાવીને રહે છે તેથી જ તેના ટોળા જોવા મળે છે. આપણે લીલો પોપટ મોટા શહેરો ગામડાઓમાં રહેતો હોવાથી માણસની નજીક રહેવા ટેવાય ગયો છે. વિશ્વમાં અમુક પોપટ તો મોટા ફૂલદાની જેવો જોવા મળે છે. માડાગાસ્કર અને કોમોરોઝના જંગલોમાં જોવા મળે છે.ચીન – તિબેટ અને ભારતના અમુક ભાગોમાં સ્વિટાફૂલા ડર્બિયાના પોપટ જોવા મળે છે. કેદમાં આ પોપટ ખુબ જ સારુ બોલી શકે છે. ઓસ્ટ્રિયાના સુંદર રૂપકડા સુંદર વાદળી મકાઉન પોપટને ‘રિયો’ નામની અંગ્રેજી એનિમેશન ફિલ્મમાં મુખ્ય સ્થાન આપેલ હતું. અમુક પ્રજાતિઓના પોપટનો અવાજ ખુબ જ તિક્ષ્ણ

હોય છે. જે બે કિલોમીટર દુર પણ સંભળાય છે. હેલોન એમેઝોન પીળા માથાવાળા લુપ્ત થઇ રહ્યા છે, આ પોપટ વિશ્વમાં માત્ર 6 હજાર જ બચ્યા છે. હાયસિંથ  એરા મકાઉને વિશ્વનો સૌથી મોટો પોપટ માનવામાં આવે છે. પૃથ્વી પર તો પક્ષીઓમાં સૌથી સુંદર પોપટ ગણાવામાં આવે છે.

આવા પોપટને પાળવામાં તેની કિંમત સાથે તેના કેઇઝ, ખોરાક, ટ્રીટમેન્ટ વિગેરેમાં દર માસે દશ હજાર જેટલો ખર્ચ થતો હોય છે. અમુક કિંમતી પોપટ તો કાજુ- બદામ ખાતા હોવાથી ખર્ચ વધી જાય છે.

વિવિધ અવાજો અને માણસ જેવી બોલી બોલે છે, પોપટ !

પોપટ નાના શબ્દો ઝડપથી યાદ રાખી શકે છે. ઘણી વાર વિવિધ અવાજોની નકલ સાથે ઘરમાં પાળેલા પોપટ માણસ જેવી બોલી પણ બોલે છે. આ ઉપરાંત રૂદન, ઉઘરસ, હાસ્ય, કુતરાનો અવાજ સાથે ઘરના વિવિધ ઉપકરણો જેવા કે ડોરબેલ, મોબાઇલ રીંગ ટોન, દરવાજા ખુલવાનો અવાજ કે સ્કુટર, ગાડીના અવાજની આબેહુબ નકલ કરે છે. ઘણા પોપટ ડીસ્કો પણ કરે છે. સરકસમાં તમે મકાઉ અને કાકાટું પોપટની વિવિધ કરબત જોઇ જ હશે. આજના યુગમાં હેન્ડટેમ પોપટ ઘરમાં ખુલ્લો રહી શકે છે, અને ફિલ્મના ગીતો પણ ગાય છે.

સૌથી પ્રાચિન જીવંત પક્ષી ન્યુઝિલેન્ડનો ઘુવડ પોપટ

વિશ્વભરમાં રંગબેરંગી વિવિધ પ્રજાતિના પોપટ જોવા મળે છે, જેના કદ, રંગ, રૂપ જુદા જુદા જોવા મળે છે. પોપટને માનવી વર્ષોથી પાળતો આવ્યો છે. ન્યુઝિલેન્ડમાં જોવા મળતો ‘કાકાપો’ પોપટ જેને ઘુવડનો પોપટ કહેવાય છે, તે એક પ્રાચિન જીવંત પક્ષી અત્યારે દુનિયામાં છ. તે ઉડી શકતો નથી, તેથી તેની પાંખોનો ઉપયોગ પેરાશુટ તરીકે કરે છે. ર થી 4 કિલો વજન ધરાવતો આ પોપટ નિશાર પક્ષી છે અને તે ઝાડની ટોચ પર ચડી શકે અને ત્યાંથી કુદી પણ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.