મેઘાણીના જીવનકાર્યથી નવી પેઢી પરિચિત અને પ્રેરિત થાય તે હેતુથી પુસ્તક શાળા-કોલેજ-ગ્રંથાલયમાં ભેટ અપાશે
મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજ્યા હતા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને આલેખતું પુસ્તક ‘મેઘાણીગાા’ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જીવન-વૃત્તાંતની સચિત્ર રંગીન આવૃત્તિ પ્રગટ થઈ છે
૨૮ ઑગસ્ટ ૧૮૯૬નાં રોજ ચોટીલા ખાતે જન્મી શરૂ કરીને ૯ માર્ચ ૧૯૪૭એ બોટાદ ખાતે નિધન સુધી ઝવેરચંદ મેઘાણીના જીવનની મહત્વની ઘટનાઓનું અધિકૃત આલેખન, દુર્લભ તસ્વીરો સાથે, આ ૪૮-પાનાંનાં પુસ્તકમાં કરાયું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કવિવર રવીન્દ્રના ટાગોર, મૂકસેવક રવિશંકર મહારાજ સાથે ઝવેરચંદ મેઘાણીનાં સંભારણાંનો ખાસ ઉલ્લેખ કરાયો છે. કસુંબીનો રંગ, કોઈનો લાડકવાયો, છેલ્લો કટોરો, છેલ્લી પ્રાર્થના, મન મોર બની નગાટ કરે, ચારણ-ક્ધયા જેવાં લોકપ્રિય કાવ્યોની રચના પાછળની રોચક કથાનું નિરૂપણ કરાયું છે. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, રઢિયાળી રાત, સિંધુડો, માણસાઈના દીવા, સમરાંગણ, પ્રતિમાઓ પલકારા, કુરબાનીની કાઓ જેવી તેમની જાણીતી કૃતિઓ વિશે પણ રસપ્રદ માહિતી આપવામાં આવી છે. સહુપ્રથમ વખત ગુજરાતી સાહિત્યકાર વિશે આવું રસપ્રદ-માહિતીસભર સચિત્ર રંગીન પુસ્તક પ્રગટ થયું છે તેવી લોકલાગણી છે.
‘મેઘાણીગાથા પુસ્તકનું પ્રેરણાદાયી આલેખન-સંકલન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાના સંપર્ક અને www.zaverchandmeghani.com વેબસાઈટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ કર્યું છે. ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય માટે પિનાકી મેઘાણી સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે. આ અગાઉ ચાર પુસ્તકો ‘કસુંબીનો રંગ’ (ઝવેરચંદ મેઘાણીનાં ૧૩૫ ચૂંટેલા સ્વરચિત ગીતો અને સંપાદિત લોકગીતો-ભજનો), ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે (ઝવેરચંદ મેઘાણીનાં ચૂંટેલાં શૌર્ય તેમજ દેશપ્રેમનાં ગીતો), બાપુ, તમે ક્યાં છો ? (મહાત્મા ગાંધીને સંબોધીને બાળકોએ લખેલા પત્રો), તથા ત્રણ મ્યુઝીક સીડી કસુંબીનો રંગ, ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે, રઢિયાળી રાતનું સંકલન પણ પિનાકી મેઘાણીએ કર્યું છે જે ખાસ ઉલ્લેખનીય છે.
ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યનાં સંશોધન માટે પિનાકી મેઘાણી અને પ્રાધ્યાપક રહી ચૂકેલા તેમનાં માતા કુસુમબેન મેઘાણીએ સઘન પ્રવાસ કર્યો છે. કુસુમબેન મેઘાણી ઉપરાંત જૈન મુનિ યશેશયશ મ.સા., લોકગાયક અભેસિંહભાઈ રાઠોડ, લોકગાયક નીલેશભાઈ પંડ્યા, ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગભાઈ ડાભીનો લાગણીભર્યો સાથ પ્રાપ્ત થયો છે. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું મુદ્રણ નવજીવન ટ્રસ્ટએ કર્યું છે. સુઘડ સચિત્ર રંગીન મુદ્રણ માટે અપૂર્વભાઈ આશર, કિરણભાઈ શાહ, જયેશભાઈ પાટડીયા, વિક્ર્મભાઈ મકવાણાએ જહેમત ઉઠાવી છે.
ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યી નવી પેઢી પરિચિત અને પ્રેરિત થાય તે હેતુથી આ પુસ્તક શાળા, કોલેજ, ગ્રંથાલયમાં ભેટ આપવાની ભાવના છે તેમ પિનાકી મેઘાણીએ જણાવ્યું છે.