3.60 લાખ બાળકોને પોષણયુકત ભોજન કરાવી 60માં વર્ષ ગાંઠની શુભકામના પાઠવી

24 જૂન  રોજ ભારતના જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણીની 60મી વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસ પર અદાણી સમૂહની કંપની, અદાણી વિલ્મર લિમિટેડે એક ઉમદા સેવાકાર્ય થકીતેમના જન્મદિવસની વિશેષ ઉજવણી કરી હતી.  જે અંતર્ગત અદાણી વિલ્મર લિમિટેડે 24 જૂનથી 6 દિવસ માટે દરરોજ 60,000 બાળકોને પોષણયુક્ત ભોજન કરાવ્યું. વધુમાં અદાણી વિલ્મરના કર્મચારીઓએ પણ આ ઉજવણી અંતર્ગત બાળકોને પોતાના હાથથી ભોજન પીરસ્યું. અદાણી વિલ્મર લિમિટેડ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહિયારા સહિયોગથી અમદાવાદ, વડોદરા અને સુરત વિસ્તારની અલગ અલગ મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું.

PHOTO 2022 07 01 19 15 15

આ ઉજવણી કાર્યક્રમમાં બાળકોને ખિચડી/પુલાવ, રોટલી/થેપલા અને સુખડી કે ચુરમા જેવી મિઠાઇ અને ચણાની ચાટ કે મસાલા સિંગ જેવો નાસ્તો આપવામાં આવ્યો હતો. અક્ષણ પાત્ર ફાઉન્ડેશન દ્વારા આ ભોજન કાર્યક્રમ માટે અલગ અલગ જગ્યાઓ માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

PHOTO 2022 07 01 19 15 15 2

આ અંગે અદાણી વિલ્મર લિ.ના સીઇઓ અને એમ.ડી. અંગશુ મલ્લિકે જણાવ્યું કે અદાણી વિલ્મરે, ગૌતમ અદાણીના 60માં જન્મદિવસની ઉજવણી પર 6 દિવસ માટે રોજ 60,000 બાળકોને ભોજન જમાડીને અમે ખુશી અનુભવી રહ્યા છીએ. સાથે જ અમને ખુશી છે કે અમે આકાર્ય અંતર્ગત અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે જોડાયા, જેમણે અમનેવિવિધ સ્થળો પર બાળકો સુધી ભોજન પહોંચાડવા મદદ કરી.આ સિવાય અમારા કર્માચારીઓએ પણ પોતાનો સમય આપીઆ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે.

PHOTO 2022 07 01 19 15 16 1

ઉલ્લેખનીય આ ઉજવણી દ્વારા 6 દિવસના અંતે કુલ 3,60,000 બાળકોને પોષણયુક્ત ભોજન આપવામાં આવ્યું. અને આ દ્વારા બિઝનેસમેન ગૌતમ અદાણીના 60 વર્ષગાંઠની ખાસ ઉજવણી કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.