દર્દ ગમે તેવો હોય, સારવાર શક્ય છે ?
આધુનિક મશીનો, નિષ્ણાંત તબીબો સાથે રાષ્ટ્રીય શાળા ખાતે કાર્યરત છે ફિઝીયોથેરાપી ક્લિનિક
આજના આધુનિક યુગમાં જ્યારે લોકોની જીવનશૈલી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે ત્યારે બદલાતા સમય અને જીવનશૈલીમાં શરીરને લચીલું તેમજ તાકાતસભર બનાવવું અતિ જરૂરી છે ત્યારે લોકોના જીવનમાં ફિઝીયોથેરાપીનું મહત્વ ખૂબ ઝડપે વધી રહ્યું છે. હાલ રાષ્ટ્રીયશાળાના પટાંગણમાં હરિવંદના ફિઝીયોથેરાપી કોલેજ સંચાલિત ફિઝીયોથેરાપી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં લોકોને નિષ્ણાંત ફિઝીયોથેરાપીસ્ટબી ટીમના માર્ગદર્શન હેઠળ આધુનિક મશીનો દ્વારા અનેક પ્રકારની સારવાર આપવામાં આવે છે.
હાલની ભાગદોડની જીવનશૈલીમાં લોકોને સ્નાયુમાં લગતી બીમારીઓ, કમરના મણકા તથા કરોડરજ્જુને લગતી તકલીફો, સિયાટીકા સહિતની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બનતી જઈ રહી છે. ત્યારે ફિઝીયોથેરાપી થકી આ તમામ બીમારીઓનો ઈલાજ કરી શકાય છે. જો કે, હજુ લોકોએ ફિઝીયોથેરાપી પ્રત્યે વધુ જાગૃતતા દેખાડવાની તાતી જરૂરિયાત છે.
અકસ્માતના કિસ્સાઓમાં જ્યારે સાંધા, લિગામેન્ટ સહિતની ઇજાઓમાં પણ ફરીવાર સ્નાયુઓને પૂર્વવત કરવા માટે ફિઝીયોથેરાપી અતિમહ્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ત્યારે રાષ્ટ્રીય શાળા ખાતે હરિવંદના કોલેજ સંચાલિત ફિઝીયોથેરાપી ક્લિનિક ખાતે આધુનિક ઢબે રાહતદરે સારવાર ઉપલબ્ધ છે. મહત્વપૂર્ણ બાબત છે કે, મગજને લગતા રોગો, પેરાલિસિસ, કંપવા, મસ્ક્યુલર ડિસ્ટરોફી તેમજ કાર્ડિઓ વાસ્ક્યુલર રોગોનું પણ રાહત દરે સારવાર કરવામાં આવે છે.
ફિઝીયોથેરાપી કેન્દ્રમાં નિષ્ણાંત તબીબો દ્વારા અપાતી સેવાઓ
- અદ્યતન ઉપકરણો દ્વારા સારવાર
- સ્નાયુ તથા સાંધાના દુખાવાની સારવાર
- લકવો, પારકિંસોનિઝમ તથા બાળકોને થતા મગજ તથા જ્ઞાનતંતુના રોગોની સારવાર
- ફેક્ચર અને સર્જરી પછીની સારવાર
- જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદની સારવાર
- મહિલાને લગતા રોગો, ગર્ભાવસ્થા પહેલા, દરમિયાન અને પછી થતી કસરતો
- સ્પોર્ટ્સ ફિઝીયોથેરાપી અને ફિટનેસ એસેસમેન્ટ
- હૃદય તેમજ ફેફસાના રોગોમાં કાર્યક્ષમતા વધારતી કસરતો
- સર્જરી બાદની રિહેબીલીટેશન
- વજન ઘટાડવા તેમજ વધારવા માટેનું માર્ગદર્શન તેમજ કસરતો
મગજની બીમારીઓ અને કાર્ડિઓ વાસ્ક્યુલર રોગોમાં પણ શ્રેષ્ઠ પરિણામ આપે છે ફિઝીયોથેરાપી : ડો. દેવાંશી મહેતા
ડો. દેવાંશી મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં અમે મગજને લગતી બીમારીઓ જેવી કે, પાર્કિન્સન્સ, સ્ટ્રોક, મગજમાં તાવ આવવો, નાના બાળકોમાં થતી મગજની બીમારીઓની સારવાર કરીએ છીએ. અહીં કસરતો સહિત અનેક પ્રકારની થેરાપીના માધ્યમથી સારવાર આપવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોના કાળ બાદ લોકોના ફેફસા નબળા પડી ગયા છે ત્યારે અહીં યોગ અને ફિઝીયોથેરાપીના માધ્યમથી ફેફસા મજબૂત બનાવવા સારવાર આપીએ છીએ.
ઉપરાંત કાર્ડિઓ વાસ્ક્યુલર બીમારીઓમાં પણ ફિઝીયોથેરાપી હેઠળ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને સ્વસ્થ રાખવા માટે અનેકવિધ પ્રકારની સારવાર અને કસરત પણ કરાવવામાં આવે છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, હાલ જે રીતે ફિઝીયોથેરાપી ક્ષેત્ર ખૂબ જ સમૃદ્ધ બની ગયું છે પણ લોકો હજુ એટલા સજાગ નથી ત્યારે લોકોએ ફિઝીયોથેરાપી અંગે જાગૃતતા કેળવવાની જરૂરિયાત છે.
સાંધા, સ્નાયુ, કમર, કરોડરજ્જુના તમામ દર્દોનું આધુનિક ઢબે સારવાર : ડો.હેમાંગ જાની
ડો. હેમાંગ જાનીએ આ અંગે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા ફિઝીયોથેરાપી સેન્ટરમાં એક્સઝાઇસ થેરાપી, ઇલેક્ટ્રોથેરાપી, મોબિલાઇઝેશન, મેનિપક્યુલેશન સહિતની અનેક સારવાર આપવામાં આવે છે. આ સેન્ટર થોડો સમય પૂર્વે જ શરૂ કરવામાં આવ્યું છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે, દરેક વર્ગના લોકોને રાહત દરે ફિઝિયોથેરાપીની સારવાર મળી રહે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કમરના દુખાવા, સ્નાયુના દુખાવા, આર્થરાઈટીસ સહિતની સારવાર કસરતના આધારે કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે, પેરાલીસીસના દર્દીઓ પણ આવતા હોય છે જેની આધુનિક મશીનો દ્વારા સારવાર કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, દર્દીઓને રિહેબીલીટેશન સહિત લની સારવાર પણ આપવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આજના સમયમાં ફિઝીયોથેરાપીની મહ્ત્વતા ખૂબ જ વધતી જઈ રહી છે અને મહત્વપુર્ણ બાબત એ છે કે, અનેકવિધ પ્રકારના જટીલ રોગોની સારવાર ફિઝીયોથેરાપી થકી સરળતાપૂર્વક કરવામાં આવે છે.