દિવાળી વેકેશન ખુલતા મહેસુલ વિભાગે બદલીનો ગંજીપો ચીપ્યો
રાજ્યનાં મહેસુલ વિભાગ દ્વારા દિવાળી વેકેશન ખુલતાની સાથે મોડી સાંજે સૌરાષ્ટ્ર-કચ્છનાં ૪૪ સહિત રાજ્યનાં ૧૨૪ મામલતદારોની સામુહિક બદલીનાં હુકમો કર્યા છે. વધુ વિગત મુજબ રાજ્યમાં પેટા ચુંટણી પુર્ણ થતા અને દિવાળી વેકેશન ખુલતાની સાથે મહેસુલ વિભાગ દ્વારા ૧૨૪ મામલતદારોની બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટનાં પીઆરઓ એચ.સી. તન્નાને જસદણ, એચ.આર .અપારનાથી અમરેલી, કે.બી. સોલંકીને બાયડ, એમ.એન. હુબડાને અમદાવાદ, એ.આર. ચાવડાને પોરબંદર કે.જી. લુક્કાને ખંભાળીયા અને જૂનાગઢનાં કે.એચ.પટેલને સુરેન્દ્રનગર, આર.એસ.વરીયાને બરોડા, એ.બી.ભટ્ટને ભાવનગર, એચ.વી. ચૌહાણને જૂનાગઢ સીટી આર.ડી.અઘારાને જૂનાગઢ ગ્રામ્ય કે.કે.પડીયાને અમરેલી જ્યારે જામનગરથી કે.આર.ગઢીયાને અમરેલી, બી.જી.પરમારને મહેસાણા, કે.કે.કરમટાને જામનગર અને જે.એમ.જાદવને રાજકોટ જ્યારે સુરેન્દ્રનગરનાં હાદિર્ક ડામોરને અમદાવાદ, પી. એસ. ખરાડીને જામકંડોરણા, જી. એસ. મહાવદિયાને ઉપલેટા, પી. એ. ગોહીલને માળીયા હાટીના, એ.એમ.સેરસરીયાને આણંદ અને એલ.એન.ઘેલાણીને રાણાવાવ તેમજ અમરેલીથી આર. આર. પાદરીયાને મોરબી, એન. એચ. રામને જૂનાગઢ બી. એચ. કુબાવતને લીલીયા, એચ. જી. ડોડીયાને વડીયા, બોટાદથી કે.પી. જોલાપરાને રાજકોટ, એચ.વી. પટેલને સુરેન્દ્રનગર, દ્વારકાથી કે.એમ.કથીરીયાને રાજકોટ, વી.એમ.બારહટને ઓખા, સોમનાથથી જે.જે. કનોજીયાને તળાજા, કચ્છથી પી.પી. કરંગીયાને સુરેન્દ્રનગર, બી.એમ.ઝાલાને ધ્રાંગધ્રા, પોરબંદરથી જે.આર. હીરપરાને લોધીકા, બી.જે. સાવલીયાને પોરબંદર ગ્રામ્ય, બાયડથી એન.એચ. પરમારથી સુરેન્દ્રનગર, ધંધુકાથી આઈ.આર. પરમારને કલ્યાણપુર, ભરૂચથી એ.બી. મંડોરીને અંજાર, ગાંધીનગરથી ડી.એ.પંચાલથી જેતપુર, દાહોદથી આર.ડી.મલેકને બોટાદ, ડીસાથી એન.એલ.ડામોરને અબડાસા, ગાંધીનગરથી આઈ.જી.ઝાલાને રાજકોટ ધોલેરાથી એમ.એ.ઝાલાને લીંબડી ખાતે બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.
રાજકોટનાં ૬ મામલતદારોની બદલી રાજકોટ રૂરલની ખાલી જગ્યા અંતે ભરાઇ
રાજકોટના ૬ મામલતદારની બદલી થઇ છે. જેમાં જામકંડોરણાના એચ.આર. અપારનાથીની અમરેલી, ઉપલેટાના એસ.બી. સોલંકીની બાયડ, ધોરાજીનાએમ.એન. હુબડાની સાણંદ, રાજકોટ પ્રોટોકોલના એ.આર. ચાવડાની પોરબંદર, રાજકોટ પીઆરઓ એસ.સી. તન્નાની જસદણ, રુડાના કે.જી. લુકકાનીસ ખંભાળીયા બદલીથઇ છે. જયારે સામે ગાંધીનગરના ડી.એ. પંચાલને જેતપુર, પોરબંદરના જે.આર. હીરપરાને લોધીકા ખંભાળીયાનાકે.એમ. કથીરીયાને રાજકોટ રુરલ અને સાયલાના જી.એમ. મહાવડીયાને ઉપલેટામાં મુકવામાં આવ્યા છે.