સ્માઇલ કેર ખાતે કાલે નિ:શુલ્ક કેમ્પ
કોકલિયર ઇમ્પલાન્ટ ઓપરેશનથી 100% બાળકો સાંભળતા થઇ શકે: ડો.મિનીસ જુવેકર
જે લોકો ઓછું સાંભળતા હોય તેના માટે બોમ્બે હોસ્પિટલના ખ્યાતનામ ડો.મિનીસ જુવેકર આપશે યોગ્ય માર્ગદર્શન
બાળકો જન્મતાની સાથે જ ઘણી વખત બોલવામાં અને સાંભળવામાં સક્ષમ હોતા નથી તો શું આવા બાળકોનો ઇલાજ શક્ય છે? શું તેઓ બીજાની જેમ બોલી-સાંભળી શકશે. તો હા, આવા બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી થકી એક ચીપ બેસાડવામાં આવે છે. ત્યારબાદ બહારના ભાગે મશીન મુકવામાં આવે અને ત્યારબાદ તેની થેરાપી કર્યા બાદ તે બાળક બોલી-સાંભળી શકે છે.
ત્યારે રાજકોટમાં મુંબઇના અનુભવી ડો.મિનીસ જુવેકર દ્વારા આવતીકાલે શહેરમાં જાણીતા સ્માઇલ કેર સ્પીચ અને હિયરીંગ ક્લીનીક ખાતે નાના બાળકો, વડીલો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોકલીયર ઇમ્પલાન્ટ વિશે માહિતી કાઉન્સેલીંગ કરવામાં આવશે.
ત્યારે ‘અબતક’ની મુલાકાતે આવેલા મુંબઇની બોમ્બે હોસ્પિટલના ખ્યાતનામ ડો.મિનીસ જુવેકરએ જણાવ્યું હતું કે જે જન્મથી જ બાળકો સાંભળવાની ક્ષમતા નથી હોતી તે માટે કોકલીયર ઇમ્પલાન્ટ કરવામાં આવે છે. 3 વર્ષથી નીચેને ઉંમરના બાળકોનું ઓપરેશન કરવામાં આવે તો તેઓ પણ સાંભળી બોલી શકે અને નોર્મલ જીંદગી જીવી શકે છે. અને અંદાજ 500 બાળકોના કોકલીયર ઇમ્પલાન્ટના ઓપરેશન કરેલ. ગરીબ બાળકોના નિ:શુલ્ક ઓપરેશન પણ કરાવેલ અને અહિં રાજકોટમાં સ્માઇલ કેરમાં ઘણા એવા ગરીબ બાળકો હોય તો તેની મફ્તમાં થેરાપી પણ કરાવીએ.
નાના બાળકોને જન્મથી જ સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેના ઘણા કારણો હોય જેમ કે ગર્ભવતી માતાને બિમારી હોય અથવા પરિવારમાં જીનેટીક પ્રોબ્લેમ હોય અને જે બાળકનો જન્મ થાય તે આમ તો નોર્મલ હોય પરંતુ સાંભળવાની ક્ષમતા એટલે કે કાનની અંદર જે કોકલીયર ભાગ છે તે કામ ન કરતો હોય તેવી બાળકો બોલી નથી શકતા કારણ કે તેઓએ અવાજ સાંભળ્યો નથી. અમે આ ઓપરેશન થકી બાળકોને બોલતા સાંભળતા કરીએ છીએ. બાળક બોલતું નથી, સાંભળતું નથી તેની સૌથી પહેલા માતાને જ જાણ થાય જેમ કે કોઇક અવાજ આવે બાળક જોવે નહીં.
બાળકને બોલાવી તો સાંભળે છે કે કેમ જો બાળક ન સાંભળતું હોય તેવું લાગે તો ચોક્કસપણે તેને ડોક્ટરને બતાવવું જોઇએ અને રિપોર્ટ કરાવવા જોઇએ. જેના થકી ખ્યાલ આવશે કે બાળક સાંભળી શકે છે કે કેમ જેટલી જલ્દીએ ખબર પડશે તેટલું જલ્દી નિદાન થઇ શકે. ઘણી વખત એવું થાય કે સરખું થતાં કોકલીયર ઇમ્પલાન્ટ ઓપરેશન અઢીથી ત્રણ કલાકનું હોય ત્યારબાદ તેનું રિહેબીલીટેશન કરાય. કારણ કે બાળકે અવાજ નથી સાંભળ્યો તો તેના માટે થેરાપી કરાવી જરૂરી છે. જે રાજકોટમાં સ્માઇલ કેરમાં થાય છે.
અંદાજે 7 વર્ષ થેરાપી લીધા બાદ બાળકો બોલવા લાગે છે. મોટા લોકો જેમાં યુવા, વૃધ્ધ માટે પણ ઓપરેશન થઇ શકે. જેમ કે કોઇનું એક્સીડેન્ટ થયું હોય, બિમારી થઇ હોયને સાંભળવાની ક્ષમતા ઘટી ગઇ હોય ઘણા વૃધ્ધોને સાંભળવાની જ નસ સૂકાઇ ગઇ હોય અને તેને સાંભળવાના મશીન થકી પણ ન સંભળાતું હોય તો તેમના માટે ઓપરેશન થઇ શકે અને તેમને થેરાપીની જરૂરત ન હોય. હવે કોકલિયર ઇમ્પલાન્ટ ઓપરેશનમાં રીસ્ક બહુ ઘટી ગયું છે. સર્જરી થકી 100% સાંભળવાની ક્ષમતા પાછી આવી શકે રાજકોટમાં આવતીકાલે સ્માઇલ કેરમાં કેમ્પ યોજાયો છે તો જે માતા-પિતા જેનું બાળક ઓછું સાંભળતું હોય કે મોટા લોકો ઓછું સાંભળતા હોય તો તેવા લોકો નિ:શુલ્ક માર્ગદર્શન આપીશું. તેનું કાઉન્સેલીંગ કરી શું કરી શકાય તેની માહિતી આપીશું.