સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનાં ભાગરૂપ સમગ્ર દેશમાં ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮થી ૨જી ઓક્ટોબર-૧૮ દરમ્યાન સ્વચ્છતા હી સેવા ૨૦૧૮ ઝુંબશેનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા ગ્રામવિકાસ એજન્સી જૂનાગઢ દ્વારા વિવિધ સરકારી વિભાગોનાં સહયોગથી સમગ્ર જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સંબંધિત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવનાર છે.

જેમાં પખવાડીયા દરમ્યાન સામાન્ય નાગરીકોના સહયોગથી મુખ્ય ચાર પ્રવૃતિ કરવામાં આવનાર છે જેમાં નાગરિકોને સાંકળી સ્વચ્છતાગ્રહી અને ગાંધી વોલીયન્ટરીર્સ દ્વારા સાર્વજનીક \ જાહેર સ્થળોની સ્વચ્છતા અને શ્રમદાન, નાગરીકો તથા સ્વસહાય જૂથોની બહેનોની સક્રીય સામેલગીરીથી ઘન કચરાના ડોર ટુ ડોર કલેકશન, નરેગા અંતર્ગત શ્રમદાન મારફત પસંદ કરેલા ગામોમાં કમપોસ્ટ પીટ અને સેગ્રીગેશન શેડનું બાંધકામ હાથ ધરવુ તેમજ પરંપરાગત રીતે ખુલ્લામાં શૈાચક્રીયા માટે વપરાતી જગ્યાઓ પર શ્રમદાન દ્વારા સામુહીક સાફસફાઇ કરી વૃક્ષારોપણની કામગીરી કરાવી, તા. ૧૫ થી બીજી ઓક્ટોબર સુધી ચાલનાર સ્વચ્છતા ઝુંબેશ પખવાડીયા દરમ્યાન રોજ રોજ સાફ સફાઇની પ્રવૃતિ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત ૧૫મી સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દુરદર્શન રાષ્ટ્રીય અને પ્રાદેશીક ચેનલો દ્વારા જીવંત પ્રસારણ કરી લોકોને સ્વચ્છતા અભિયાન પખવાડીયા અંતર્ગત કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો.

આ કાર્યક્રમને જૂનાગઢ જિલ્લાની શાળાઓ, સહકારી મંડળીઓ, સખીમંડળો, ગ્રામપંચાયત કક્ષાએ લોકોએ ભાગ લીઇ નિહાળ્યો હતો. આ તકે ગ્રામ કક્ષાએ લોકોએ સ્વચ્છતા બાબતે જાગૃકતા માટે પ્રચાર પ્રસાર કરી પ્રભાતફેરી, સામુહીક સફાઇ અભિયાન દ્વારા લોકોને સ્વચ્છતા મહાઅભિયાનમાં જોડાવા અને શ્રમદાન કરવા આહવાન કરવામાં આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.