સાયલી ગ્રામ પંચાયત દ્વારા ‘વિશ્વ શૌચાલય’ દિન નિમીતે ‘સ્વચ્છતા રન’ નું આયોજન કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.સરપંચ કુંતાબેન વિષ્ણુભાઈ વરઠા લીલી ઝંડી બતાવીલિ ’ સ્વચ્છતા રન ’ ને પ્રસ્થાન કરાવ્યું હતું.સેલવાસ.દાનહની પ્રગતિશીલ ગ્રામ પંચાયતોંમાં શુમાર સાયલી ગ્રામ પંયાયત દ્વારા આયોજિત ’ સ્વચ્છતા રન’ માં આજે સ્વચ્છતા સંદેશ બુલંદ થયો. સાયલી ગ્રામ પંચાયતની ઑફિસથી સરપંચ કુંતાબેન વિષ્ણુભાઈ વરઠાએ લીલી ઝંડી બતાવી વિદ્યાર્થીઓની, ’ સ્વચ્છતા રન’ ને રવાના કરી હતી. આ અવસરે સાયલીનાં પંચાયત સેક્રેટરી પાર્વતીબેન, સ્ટાફ દીપકભાઈ, પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સરપંચ, સેક્રેટરી, પંચાયત સ્ટાફ અને ગ્રામીણો ’ સ્વચ્છતા રન’ માં શામેલ થઈને સ્વચ્છતા પ્રત્યે પોતાનો સકારાત્મક પ્રતિભાવ દર્શાવ્યો હતો. સાયલી પંચાયત ઑફિસથી નમો મેડિકલ કોલેજ સુધી ’ સ્વચ્છતા રન’ થયું હતું. દરમિયાન લોકોને ઘર, દુકાન, ઑફિસ,મોલ, ઉદ્યોગ અને આજૂ-બાજૂ સાફ-સફાઈ રાખવાની સાથે ખુલ્લામાં શૌચ નહીં કરી શૌચાલયમાં શૌચ કરવાની સમઝ અપાઈ હતી. 30 મીએ સાયલીમાં આવી રહેલા પીએમ મોદી સાહેબને અવકારવા લોકોને અપીલ કરાઈ હતી. ’ સ્વચ્છતા રન’ માં ભાગ લેનારોને સરપંચશ્રીનાં હસ્તે સહભાગિતા પ્રમાણ-પત્ર એનાયત કરવામાં આવ્યો.