દુકાનોમાં તોડફોડ અને રસ્તાઓ પર ચકકાજામ કરાતા પોલીસનાં ધાડેધાડા ઉતારી દેવાયા: અંતે પરિસ્થિતિ પર કાબુ
ટંકારાની ખીજડીયા ચોકડી પાસે ની કેબીન પરના બેસવાના બાંકડા રાખવા બાબતે ભરવાડ અને મુસ્લિમ જૂથ વચ્ચે બઘડાટી દુકાનોમાં તોડફોડ પોલીસના ધાડેધાડા ઘટનાસ્થળ પર ઉતારવા પડ્યા દુકાનો ટપોટપ બંધ થોડીવારમાં તો ભયનું લખલખું પ્રસરી ગયું સામ સામી ફરિયાદ પોલીસે અટક કરવાની કાર્યવાહી હાથ ધરી
બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે રાજકોટ મોરબી હાઇવે પર ખીજડીયા ચોકડી પાસે આવેલી ચા પાનની કેબીન પર પૂર્વ ધારાસભ્ય બાવાનજીભાઈ મેતલીયાની ગ્રાન્ટમાંથી બેસવા માટેના બાંકડાઓ મૂકવામાં આવ્યાં હોય અને તે કેબિનના બાક્ડા મુસ્લિમ યુવાનોએ રોડ ઉપર મો ફેરવી ઉખેડી લેતા અને રિક્ષા સ્ટેન્ડ પર મુકી દેતા સૌપ્રથમ શાબ્દિક ટપાટપી બાદ મામલો વધુ બિચકતા મારામારી સુધી પહોંચી ગયો હતો અને જોતજોતામાં જૂથ અથડામણ થઇ હતી ધટના અંગે બન્ને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી છે જેમા અરજણભાઈ ટપુભાઈ ઝાપડા એ. ફરીયાદ મા આમદ નુરા. હાજી આમદ. રમજુ કરીમ. ઉસ્માન ગની. આસિફ દાઉદ. નિઝામ. અલ્યો તથા તેના બે પુત્રો. મિલન ભેળ વાળો. અલ્તાફ. ઝાકિર આમદ. આમદ ઈશાભા. જુબેર આમદ. સોહિલ સતાર. ઉર્વશ આમદ. જાવિદ આમદ. અબ્દુલ હુસૈન સહિત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે તો સામા પક્ષે રમજાન કરીમભાઈ ધાચી એ અરજણભાઈ ઝાપડા મહેશ રધુ. હઠા રધુ. લાલજી ભાણા રબારી. રૂડા ધુધા. ખેગાર ઈન્દુ રાણા સગરામ. બાબુ ભરવાડ. કનુ મસરૂ. મુકેશ મસરૂ. જીવણ મંગા. લાલો ભગવાનજી. ગોપાલ હઠા. રયા મંગા જગા ભાણજી. જલા મોના વિરૂધ્ધ મારામારી ની ફરિયાદ નોંધાવી છે પોલીસે બન્ને ની ફરિયાદ બાદ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com