રિક્ષા બસ સાથે અથડાય જતાં બંને શખ્સોએ યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર મારતા નોંધાતો ગુનો

શહેરમાં ફરી સીટી બસના ચાલકનોની દાદાગીરી સામે આવી છે.જાણે એટલા બનાવો બન્યા પછી પણ તંત્ર દ્વારા કોઈ આક્રરા પગલાં નહીં લેવાતાં તેઓ બેફામ બની ગયા છે ત્યારે ગઈકાલે શાસ્ત્રીનગર પાસે એક સીટી બસ સાથે રિક્ષા અડી જતાં બસના ડ્રાઈવર – ક્લીનરએ રિક્ષ ચાલકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ ભીમનગર પાસે નાનામવામાં રહેતા દીપકભાઈ પ્રતાપભાઈ ભીખાભાઇ કાથડ ઉ.વ. 23 વાળાએ પોતાની ફરિયાદમાં આરોપોમાં મુસ્તફા શાહબુદ્દીન કુરેશી અને રમજાન હાસમ હાલાના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે,ગઈકાલ સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાની આસપાસ હું મારી ઓટો રીક્ષા લઈને પેસે ન્જર ભરીને ભીમનગરથી નાનામવા સર્કલ જતો હતો ત્યારે શાસ્ત્રીનગર (અજમેરા)ના ગેટથી થોડે આગળ રોડ ઉપર એક સીટીબસ (ઈલેક્ટ્રીક) રોડની સાઈડમાં ઉભેલ હતી. તે વખતે હું મારી રીક્ષા આ સીટીબસની આગળ કરી સાઈડમાં લેવા જતા આ સીટીબસના ડ્રાઇવરે સીટીબસ ચાલુ કરી ચલાવતા મારી રીક્ષાની પાછળ જરાક અડી જતાં મારે આ સીટીબસના ચાલક સાથે બોલાચાલી અને ઝઘડો થયેલ, જેથી આ સીટીબસના ડ્રાઈવરે મને ગાળો આપેલ અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ બાદ ઉશ્કેરાય ગયેલ અને અમારે બંનેને ઝપાઝપી થયેલ આ દરમિયાન આ સીટી બસનો ક્લીનર પણ બસમાથી નીચે ઉતરી મને શરીરે ઢીકા પાટુનો મૂઢ માર મારવા લાગેલ અને આ દરમિયાન મને ધક્કો લાગતા રોડની સાઈડમાં ફોરવીલ પડેલ હોય તેની સાથે મારા ડાબા હાથ નો પંજો ભટકાઈ જતા મને ટચલી આંગળીમાં ફ્રેક્ચરની ઈજા થયેલ અને આ દરમિયાન અમારા સંબંધી સોનુબેન ત્યાંથી નીકળતા તેમને વચ્ચે પડી મને છોડાવેલ અને હોસ્પિટલે દાખલ કર્યો હતો બાદ તાલુકા પોલીસે સીટી બસના ચાલક અને તેના ક્લીનર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.