શાળાએ સમાજનું દર્પણ છે. સમાજમાં જેટલી વિવિધતા છે તેટલી જ વિવિધતા શાળામાં જોવા મળે છે. શાળામાં સમાજમાં રહેતા બાળકો વિવિધ જ્ઞાતિઓ, સમુદાયો, વર્ગો, ભાષા, સંસ્કૃતિ, રૂઢિઓ જેવી બહુ વિવિધતા ધરાવતા આવે છે. દરેક બાળક એક વિશિષ્ટ સમજ, સંવેદના અને શારીરિક લાક્ષણિકતા ધરાવે છે. વિદ્યાર્થીઓમાં રહેલા આવા વૈવિધ્યને આવરી લેવું એ દરેક સમાજ, શિક્ષક, શાળા અને શિક્ષણ વ્યવસથાતંત્રની જવાબદારી છે.
બાળકોને પ્રવૃતિ સાથે શિક્ષણ મેળવવા ઉપરાંત ચિત્રો, રંગો, આકારો તેમજ પ્રાકૃતિક વાતાવરણમાં આનંદ સાથે વધુ શીખે છે: શિક્ષક બાળકને વિવિધ પ્રવૃત્તિમાં જોડીને શિક્ષણ કાર્ય કરાવતા , બાળકનો સર્વાંગી વિકાસ ઝડપી થાય છે : બાલ્યાવસ્થામાં બાળકો સ્વભાવમાં ચંચળ, ઉત્સાહી અને રમત-ગમત તેમજ પ્રવાસના શોખીન હોય છે
તમામ બાળકો જુદા જુદા હોય છે એ ખ્યાલ શિક્ષણ ક્ષેત્રની વ્યક્તિ તરીકે આપણે સ્વીકારવો જ પડે. અને દરેક બાળકનો શિક્ષણનો સમાન અધિકાર છે. પછી ભલેને કોઈ બાળક વિશિષ્ટ જરૂરિયાત ધરાવતું હોય, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોની ક્ષમતાઓને ધ્યાનમાં રાખી તેઓને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વાભિમાન સાથે શિક્ષણમાં સહભાગી થાય તેવું વાતાવરણ ઉભું કરવું એ આપણી સૌની ફરજ છે. જેનો ઉકેલ માત્રહાલપ્રચલિત શિક્ષણમાં સમાવેશનના વિચારી જ લાવી શકાશે. ઘણા સમય પહેલાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના શિક્ષણને એક અલગ શિક્ષણ તરીકે જોવામાં આવતું હતું.
જેમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને અન્ય બાળકોથી અલગ રાખી શિક્ષણ આપવામાં આવતું જેમ કે, વિશિષ્ટ શાળાઓ અવા વિશિષ્ટ વર્ગો આવી વ્યવસથામાં વિશિષ્ટ બાળકને મુખ્ય ધારામાં એક સમસ્યા તરીકે જોવામાં આવતા. જે સામાન્ય શિક્ષણ માટે અડચણરૂપ તરીકે હોય.
આ વ્યવસથામાં વિશિષ્ટ બાળકોને તદ્દન અલગ અભ્યાસક્રમ અને પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવતું. પરિણામ સ્વરૂપે વિશિષ્ટ બાળકો જીવનના ઘણા બધા ક્ષેત્રમાં અન્ય બાળકોથી વિખૂટાં પડી જાય છે. વિશિષ્ટ બાળકોને મુખ્ય ધારામાં જોડવા માટે બાળકોને સામાન્ય શિક્ષણમાં જોડવા જ પડે. તે વિચારને ધ્યાનમાં રાખી સંકલિત શિક્ષણની નીતિ અમલીકરણમાં મૂકવામાં આવી. સંકલિત શિક્ષણ એ સમાવેશન શિક્ષણનો ઘણો નજીકનો વિચાર છે.
પણ તેના સમન્યાયના સિધ્ધાંતની ઉણપ છે. આ વ્યવસથા મુજબ વિશિષ્ટ બાળકો મુખ્ય ધારાની શાળા તથા વર્ગોમાં આવતાં થયાં , પરંતુ તેમણે તે શાળા અને વગોમાં રહેલા સંશોધનોને અનુરૂપ થવું પડતું. જેમાં બાળક પાસે એવી અપેક્ષા રાખવામાં આવતી કે તે પ્રવર્તમાન માળખા, વલણ અને વાતાવરણમાં અનુકૂલન સાધે. હકારાત્મક રીતે કહીએ તો આ એક સમાવેશનના વિચાર તરફનું મહત્ત્વનું પગલું હતું. જેના કારણે વિશિષ્ટ બાળકો સામાન્ય શાળાનો એક ભાગ બની શક્યાં.
મોટાપ્રમાણમાં વિશિષ્ટ બાળકોને જો પૂરતા સંશાધનો પૂરા પાડવામાં આવે તો તેઓને સામાન્ય શાળામાં જ નામાંકન કરીને સંચીકરણ કરી શકાય છે. તેના માટે નીચે મુજબ કેટલીક પ્રવૃત્તિઓ છે.
- વિશિષ્ટ જરૂરિયાત બાળકને મિત્રો બનાવી આપવા.
- આ બાળકોને શાળાની પ્રવૃત્તિઓમાં સહભાગી બનાવવા. દાત. વિજ્ઞાનમેળો, રમતોત્સવ
- આ બાળકોને યોગ્ય બેઠક વ્યવસથા કરી આપવી.
- કેટલીક જુથ પ્રવૃતિઓ કરાવવી દા.ત.આંધળો પાટો, લંગડી, સાંકેતિક ભાષામાં વાતચીત કરાવવી.
- બાળકોના આઈઈપી બનાવવા અને અપડેટ કરવા.
સમાવેશી શિક્ષણના સફળ અમલીકરણ માટે નીચેના મુદા ધ્યાને લેવા જરૂરી છે.
માળખાકિય સુવિધા, રાષ્ટ્રનીતિ, વલણમાં બદલાવ/ ક્ષમતા વર્ધન, નેતૃત્વ/કાયદાઓ, સમજણ, સંવેદનશીલતા/જાગૃતતા, પહેલ/ માતા-પિતાની ભાગીદારી, આશાવાદી, બીજી સંસ્થાઓ સાથે જોડાણ.માતાપિતા તરીકે આપણે હંમેશાં બાળકને સારું ગુણવત્તા યુક્ત જીવન મળે તે નિશ્ચિત કરતા હોઈએ છીએ. આપણે ઇચ્છીએ કે તેને ભણવાની સારી તક તેમજ મિત્રતા પણ મળી રહે અને સારામાં સારી રીતે તે શીખે અને જીવનમાં આગળ વધે. આપણે હંમેશાં એવું નિશ્ચિત કરતા હોઈએ કે તેને શાળામાં આવકાર, પોતીકું વાતાવરણ અને સામાન્ય પ્રવૃતિમાં તેને ભાગીદારી વાની દરેક તક મળે.
એક માતાપિતા તરીકે આપણા બાળકની અનન્ય જરૂરિયાત તથા શક્તિઓ સારી રીતે જાણતા હોઈએ. આ આપણે બાળકવિશેનું જ્ઞાન તેમજ આપણી કુશળતા એ આપણને શિક્ષણ વ્યવસમાં એક મૂલ્યવાન ભાગીદાર બનાવે છે.
આપણે સારી રીતે જાણીએ કે વિરોધ કરતાં સહકારની ભાવના અસરકારક રીતે કામ કરે છે. બાળકના શિક્ષણમાં વિશ્વાસપણું અને જાણકાર થઈને ભાગીદાર બનવા માટે આપણે શિક્ષણ વ્યવસથા તેમજ આપણી ભૂમિકા માહિતગાર હોવું જરૂરી છે.
દરેક મા બાપે પોતાના સંતાનો માટે આટલી કાળજી લેવી ખુબજ મહત્વની
- માતાપિતાએ તેમના વિશિષ્ટતા ધરાવતા બાળકોને તેમની ઉંમરના અન્ય વિશિષ્ટતા ધરાવતા બાળકોને મળવા પ્રોત્સાહન આપવું જોઈએ.
- માતાપિતાએ તેમના વિશિષ્ટતા ધરાવતા બાળકોને તેમના સહપાઠી તથા પડોશમાં રહેતા બાળકો સાથે મિત્રતા બાંધવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
- વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના માતાપિતાએ સતત શિક્ષકો તથા થેરાપીસ્ટ સાથે સંપર્કમાં રહી તેમના ધ્યેય અપેક્ષાઓ, પસંદગી નાપસંદગી અંગેની ચર્ચા કરવી જ જોઈએ.