ધારાસભ્ય અમરીશ ડેરની સફળ રજૂઆત
રાજુલા, ખાંભા તેમજ જાફરાવાદના જે લોકો સુરત,અમદાવાદ કે અન્ય સ્થળેથી આવનાર લોકો માટે ધારાસભ્ય અમરીશભાઇ ડેર દ્વારા સરકારી તંત્રને રજુઆત કરીને કરાવ્યો મોટો નિણેય કરવામાં આવ્યો છે. હાલમા સરકાર દ્વારા શ્રમીકો જે બહાર ગામથી છેલ્લા ઘણા સમયથી ફસાયેલા લોકોને પોતાના વતન આવવાની મંજુરી આપવામા આવી છે.ત્યારે હાલમા સૌરાષ્ટ્ર આખાના તમામ લોકોને પહેલા ચાંવડ તેમજ લિલિયાના ભોંરીગડામા જે સરકાર દ્વારા બહારથી આવનાર તમામ લોકોને જરુરી તપાસનુ કામ પુણે થયા બાદ લોકોને પોતાના વિસ્તારમા ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન કરવામા આવે છે પણ આખા સૌરાષ્ટ્રના લોકોની બહારથી આવનાર લોકોની બહુ ભીડ એકઠી થતીતી તે માટે હવે રાજુલા ધારાસભ્ય અમરીશભાઇ ડેરની રજુઆત અન્વયે રાજુલાના દાતરડીની પાચ પીપર ગામે આવનાર દરેક લોકોનુ આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એન.વી.કલસરિયાની અધ્યક્ષતામાં ડો.નિકુંજ દવે તેમજ આરોગ્યના સ્ટાફ દ્વારા ટીમ વર્ક દ્વારા ચેકઅપ કરવામા આવશે. તેમજ જરુરી માગે દશેન પણ આપવા મા આવશે.
રાજુલા, જાફરાવાદ,ખાંભાના ધારાસભ્ય અમરીશભાઇ ડેર દ્વારા આવનાર તમામ લોકોને નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામા આવી રહી છે .
આ તમામ કામગીરી રાજુલા પ્રાંત કે. એસ. ડાભીની સુચના મુજબ તેમજ તેમના માગેદશેન મુજબ કરવામા આવી રહી છે. આ ચોકી ઉપર ડુંગર પી. એસ. આઈ. સોંલકી, પીપાવાવ મરીનના શમો, દિપ્તી મેડમ,પીઠડીયા તેમજ શેખની સતત નિગરાની નીચે તમામ લોકોને ચેક કરી પુરતો બંધોબસ્ત રાખવામા આવી રહ્યો છે. હવે રાજુલા, જાફરાબાદ,ખાંભાના જે લોકો બહારથી આવી રહયા છે. તેમને હવે ચાવંડ કે લીલીયા નહી જવુ પડે આવી સુંદર કામગીરી કરવાથી લોકો ધારાસભ્યનો ખુબ ખુબ આભાર માની રહ્યા છે.