ખરીદ કરેલા મકાનનું બાકી પેમેન્ટ ચૂકવવા આપતા પાંચ ચેક રિટર્ન થતા કરી ફરિયાદ
શહેરમાં રહેતા અને એસ્ટેટ બ્રોકર નિર્મલભાઈ દાદભાઈ ગરૈયા પાસેથી જલારામ ૪માં રહેતા કિશોર શાંતુભાઈ ખાચરે રૂ.૭૨ લાખમાં મકાન ખરીદ કરેલું જે પેટે રૂ.૩૧.૯૦ લાખ ચેકથી અને રૂ.૧૦ હજાર ટોકન પેટે ચૂકવેલા અને બાકી નિકળતી રકમ રૂ.૪૦ લાખ ચૂકવવા પાંચ ચેક આપલે હતા.
ચેકો બેંક ખાતામાં રજૂ રાખતા ચેક સ્વીકારાયેલા નહી અને પેમેન્ટ સ્ટોપ્ડ બાયડ્રોઅરના શેરાસાથે પાંચ ચેક રીટર્ન થતા તેની જાણ કરાંત ડીમાન્ડ નોટીસો પાઠવેલી જે મળી જવા છતા ફરિયાદીનું કાયદેસરનું લેણુ ચૂકવેલું ન હોવાથી દસ્તાવેજી પૂરાવા સાથે અદાલતમાં ફરિયાદો દાખલ કરી રજૂઆત કરેલી કે, રેકર્ડ પરની હકિકતોથી સ્પષ્ટ ફલીત થાય છે કે, ચેક પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ કલમ હેઠળ ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો આચરેલો છે, જે રજૂઆતો ધ્યાને લઈ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોકત કામમાં ફરિયાદી નિર્મલભાઈ ગરૈયા વતી વકિલબિમલ આર.જાની ક્રિપાલસિંહ જાડેજા અને સંજય ઠુંમર રોકાયેલા હતા.