જેલવડા બન્નો જોષીના હસ્તે મૃતકના પત્નિને એક્સિસ બેન્કનો ચેક અપાયો
રાજકોટ જિલ્લા જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ ભીખુસિંહ સોલંકીનું ગત તા.21-9-22ના રોજ ચોટીલા પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જેલના કર્મચારીઓનું સેલરી એકાઉન્ટ એક્સિસ બેન્કમાં હતી. એક્સિસ બેન્કમાં સેલેરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓ પોતાની ચાલુ ફરજ દરમિયાન મોત નીપજે ત્યારે બેન્કની એસબીએફડીએફ પોલીસી અનવ્યે મૃતકના પરિવારને એક કરોડ ચુકવવાની જોગવાય છે. જે અનવ્યે એક્સિસ બેન્કના મેનેજર પંકજભાઇ મનસુખભાઇ કણસાગરાએ જેલ વડા બન્નો જોષી, ઇન્સ્પેકટર બી.બી.પરમાર, એમ.આર.ઝાલા અને કિરણસિંહ સિસોદીયાની ઉપસ્થિતીમાં સ્વ.કિરીટસિંહ સોલંકીના પત્ની ઉર્મિલાબેન સોલંકીને એક કરોડોનો ચેક આપવામાં આવ્યો હતો. આ તકે જેલ કર્મચારીના વેલફેર ફંડમાંથી રુા.50 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.