કાશ્મીરી ત્રાસવાદી પોરબંદરના દરિયાય માર્ગે ઇરાન થઇ અફઘાનિસ્તાનમાં આંતકી હુમલાની ટ્રેનિગ લેવા જતાં ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધા હતા. પોરબંદર અને સુરતમાંથી એક મહિલા સહિત પાંચને ઝડપી આંતકીઓનો પ્લાન નિષ્ફળ બનાવ્યા બાદ પાંચેય ત્રાસવાદીઓની એનઆઇએ દ્વારા છ માસ સુઘી સઘન પૂછપરછ અને તપાસ કર્યા બાદ કોર્ટમાં તહોમતનામું રજુ કયુઁ છે.
કાશ્મીરી ત્રાસવાદી પોરબંદરના દરિયાય માર્ગે ઇરાન થઇ અફઘાનિસ્તાન આંતકી હુમલો માટેની ટ્રેનિંગમાં જતાં હતા
ત્રાસવાદીઓ પાસેથી રાષ્ટ્રધ્વજના ફોટોગ્રાફ, ઓડિયો-વીડિયો ક્લિપ, ટેબલેટ અને મોબાઇલ એટીએસની ટીમે કબ્જે કર્યા હતા
ગુજરાત એટીએસએ ગત જૂન મહિનામાં પોરબંદર અને સુરત ખાતેથી ત્રણ કાશ્મીરી યુવકો, એક મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઈએસકેપી)ના ભારત કનેકશનનો પર્દાફાશ થવા સાથે આ શખ્સો પોરબંદરથી ગેરકાયદેસર રીતે ઇરાન થઈને અફઘાનિસ્તાનમાં મોટો આતંકી હુમલો કરવા માટે જવાના હોવાની વિગતો ખુલી હતી. આંતરરાષ્ટ્રીય આતંકવાદની બાબત હોવાથી એન.આઈ.એ. (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને તપાસ સોંપાઈ હતી. કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં યુવક, યુવતીઓને ભોળવી આતંકી ગતિવિધિ માટે ભરતી કરવાની યોજનાના પર્દાફાશની વિગતો સાથે એન.આઈ.એ.એ પોરબંદર, સુરતથી પકડાયેલા પાંચ આતંકવાદીઓ સામે અદાલતમાં ચાર્જશીટ કર્યું છે.
પ્રતિબંધિત આતંકી સંગઠન કટ્ટરવાદી યુવકો ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠેથી અફઘાનિસ્તાનમાં હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ બાતમી એટીએસની ટીમે પોરબંદર રેલવે સ્ટેશનથી ઉબેદ નાસીર મીર (રહે. શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર), હનાન હયાત શોલ (રહે. નરીબલ કોલોની, સૌરા,-શ્રીનગર) અને મોહમ્મદ હાજીમ શાહ (રહે. સૌરા, શ્રીનગર)ને ઝડપ્યા હતા. એટીએસના અધિકારીઓએ વધુ પુછપરછમાં ઝુબેર અહેમદ મુનશી (રહે. એમીરાકદલ, શ્રીનગર) અને સુમેરાબાનુ મોહમ્મદહનીફ મલેક (રહે.બેગ-એ-ફીઝા એપાર્ટમેન્ટ, સૈયદપુરા, સુરત) નામના મહિલા પણ ત્રણ યુવકો સાથે સાથે અફઘાનિસ્તાન જવાના હતા તેવી વિગતો ખુલી હતી.. સુરતમાં સુમેરાબાનુના ઘરની જડતી દરમિયાન એટીએસને વોઇસ ઓફ ખોરાસાન નામનું મેગેઝીન, અન્ય ઉશ્કેરણીજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ત્રણેય યુવકો પાસેથી ઓડીયો અને વિડિયો ક્લીપ મળી આવી હતી. જેમાં સંગઠનના બેનર અને ધ્વજના ફોટોગ્રાફ્સ, ટેબલેટ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
પોરંબદરમાં થોડો સમય રહીને મજુર તરીકે ફિશીંગ બોટમાં નોકરી લેવાની હતી. જે બાદ બોટના કેપ્ટનને ધમકાવીને બોટ હાઈજેક કરીને તેમને અપાયેલાં જીપીએસ લોકેશન પર એ પહોંચીને ત્યાંથી એક નાની હોડી મારફતે ઈરાન પહોંચવાનું હતું. ત્યાંથી બનાવટી પાસપોર્ટ આધારે 9 અફઘાનિસ્તાન જવાનું હતું અને પ્ર તેમના હેન્ડલરની સુચના મુજબ અફઘાનિસ્તાનમાં મોટા આતંકી હુમલા માટે તૈયાર કરાયેલી ટીમ સાથે મળીને જરૂરી તાલીમ લઈને આતંકી હુમલાની ઘટનાને અંજામ આપવાનું તપાસમાં ખૂલ્યું હતુ.
પર્દાફાશ થતાં તપાસ એન. આઈ. એ.ને સોંપાઈ હતી. એન.આઈ.એ.ની તપાસમાં અન્ય યુવક, યુવતીઓને આતંકી પ્રવૃત્તિ માટે ભરતી કરાતી હોવાના ષડયંત્રનો ખુલાસો પણ થયો હતો. નાસી રહેલા અન્ય એક ભારતીય આરોપી ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાનમાં કાર્યરત બે શખ્સોના નામ ખૂલી ચૂક્યાં છે. આતંકવાદના કનેક્શનના આંતરરાષ્ટ્રીય આ કેસમાં એન.આઈ. એ.ની તપાસ બાદ ભારતે ઈરાન અને અફઘાનિસ્તાન સહિતના દેશોને સતર્ક કર્યાં છે. એન.આઈ.એ. દ્વારા આઈ.એસ.આઈ.એસ. સંલગ્ન .એસ.કે.પી. સંગઠન સાથે જોડાયેલાં અને પોરબંદર – સુરતથી ઝડપેલાં પાંચ આતંકવાદી સામે છ મહિના સુધી ઊંડાણભરી તપાસ બાદ ચાર્જશીટ ફાઈલ કરી છે. હજુ પણ અ કેસમાં તપાસ ચાલી રહી છે.