સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે અને જિલ્લામાં મોટાભાગે ખેડુતો સહિત દરેક વ્યવસાય ખેતી પર નિર્ભર રહે છે ત્યારે ગત વર્ષે જિલ્લામાં ખુબ ઓછો વરસાદ પડતાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ચાલુ વર્ષે પણ ચોમાસાના પ્રારંભે જિલ્લામાં વરસાદ નોંધાયો
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં વાતારવણમાં પલટો આવ્યો હતો અને અચાનક ધોધમાર વરસાદ પડયો હતો. અંદાજે એક કલાક સુધી ધોધમાર વરસાદને પગલે શહેરનાં દેરાસર ચોક, મેઈન રોડ, ટાવર ચોક, ૮૦ ફુટ રોડ, ગીતા સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં વાહનચાલકો સહિત રહિશોને હાલાકી પડી હતી.
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે બંન્ને પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે ભુગર્ભ પાઈપલાઈનો નાંખવામાં આવી હતી પરંતુ ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ રહેતાં પ્રિમોનસુન પ્લાન માત્ર કાગળ પર જ હોવાનું જણાઈ આવ્યું હતું અને શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો.