કાર્યક્રમનું ‘અબતક’ ચેનલ, ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પર થશે લાઈવ પ્રસારણ
બ્રહ્મકુમારી દ્વારા આગામી તા.૧૮ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર સુધી નાના મવા સર્કલ રાજકોટ ખાતે ગીતાજ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ દરમિયાન પ્રખર વકતા રાજયોગીની બ્રહ્માકુમારી ઉષાદીદી (માઉન્ટ આબુ)ની અમૃતવાણીનો લાભ લોકોને મળશે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તા.૧૮ ડિસેમ્બરે સાંજે ૪:૩૦ કલાકે થશે. આ તકે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત ગીતા જ્ઞાન ઉત્સવના કાર્યક્રમોનું ‘અબતક’ ચેનલ, ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પર થશે લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
આ ગીતા જ્ઞાન ઉત્સવમાં મનની શાંતિ, વિચારોમાં શકારાત્મકતા તથા તનાવમુક્ત જીવન જીવવાની શ્રેષ્ઠ ચાવી તરીકેના સહજ રાજયોગ શિબિરનું આયોજન પણ થયું છે. પ્રતિદિન સવારે ૬:૩૦ થી ૮:૦૦ દરમિયાન વિવિધ વિષયોની ગહન અનુભૂતિ સાથે ઉષાદીદી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ગીતા જ્ઞાન ઉત્સવમાં દરરોજ સાંજે ૪:૩૦ થી ૭:૩૦ સુધી ગીતાનું જ્ઞાન આપણા સુધી ક્યારે અને કેવી રીતે આવ્યું ? ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્રનો ભાર્વા શું છે ? તે વિષય પર બ્રહ્માકુમારી ઉષાદીદીના માર્ગદર્શનનો લાભ લોકોને મળશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારી ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝના ભાઈઓ બહેનો જહેમત ઉઠાવી રહ્યાં છે.
કાર્યક્રમનું ઉદઘાટન તા.૧૮ ડિસેમ્બરના રોજ સાંજે ૪:૩૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતમાં થશે. કાર્યક્રમ તા.૨૨ સુધી ચાલશે જેમાં ક્રોધમુક્ત અને સકારાત્મક જીવન સહિતના ગહન વિષયોને આવરી લેવામાં આવશે.
હિંદુ પૌરાણિક ગ્રંથોમાં શ્રીમદ ભગવદ ગીતાનું સન સર્વોપરિ છે. ગીતા એ જગતંની પરમ વિધિ છે, વેદોનો સાર છે, જે નિષ્કામ ભાવી કર્મ કરવાનો ઉપદેશ આપે છે.
વર્તમાન વ્યાપ્ત સર્વ સમસ્યાઓના સમાધાનનું સર્વશ્રેષ્ઠ સાધન-ગીતા જ્ઞાન છે. આ સંદેશ જન-જન સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે બ્રહ્માકુમારીઝ રાજકોટની સુવર્ણ જયંતિ અંતર્ગત તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર, નાના મવા સર્કલ, રાજકોટ ખાતે ભવ્ય “ગીતા જ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.