જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ તથા જીવદયા ગ્રુપ રાજકોટ પ્રેરિત અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તથા એચ.એમ. જૈન મેટ્રીમોનિયલ ગ્રુપ રાજકોટ આયોજીત પરિચય મેળામાં દેશભરમાંથી ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયું
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ તથા જીવદયા ગ્રુપ રાજકોટ પ્રેરિત અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તથા એચ.એમ. જૈન મેટ્રીમોનીયલ ગ્રુપ રાજકોટ દ્વારા જીવનસાથી પસંદગી અવસર 2022 તારીખ 16 ઓકટોબરે રવિવારે અયભ ભારદ્વાજ કોમ્યુનીટી હોલ રાજકોટ ખાતે સવારે 8 વાગ્યાથી સાંજે 4 કલાક સુધી આયોજીત કરવામાં આવ્યો છે. આ પરિચય મેળામાં મુખ્ય દાતા માતૃશ્રી ગુલાબબેન અનિલભાઇ મહેતાના સ્મરણાર્થે વિભાબેન હિતેશભાઇ મહેતા તરફથી હસ્તે હિતેષભાઇ અનિલભાઇ મહેતા પરિવાર છે.
કંઇક નાખો કંઇક અનોખો આ પરિચય મેળામા: પધારનાર દરેક મહેમાનો ઉપમેદવાર તથા વાલીઓનું કુમ કુમ તિલક તથા મીઠા મોઢા કરાવી સ્વાગત કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપરથી દરેક ઉમેદવારને એક ગીફટ, પરિચય મેળાની બુક અને રિફ્રેશમેન્ટ કીટ આપવામાં આવશે. પરિચય મેળા દરમ્યાન ઉમેદવારો માટે રપ લકી ડ્રોનું આયોજન તથા વાલીઓ માટે પાંચ લકી ડ્રોનું આયોજન કરાયું છે. તેમજ સવારે 8.30 વાગ્યા સુધીમાં જેમનું રજીસ્ટ્રેશન થશે તે ઉમેદવારો માટે 11 લકી ડ્રોનું આયોજન કરાયું છે સ્ટેજ ઉપર આવનાર દરેક ઉમેદવારને ફોટો ફ્રેમ અપાશે સવારે નવકારથી તથા બપોરે સ્વરુચી ભોજન તથા સાંજે હાઇટીની વ્યવસ્થા દરેક વ્યકિતઓ માટે કરાય છે. જેમાં અમોને આ જીવનસાથી પસંદગી અવસર મેળામાં માતૃશ્રી રમીલાબેન હરકીશનભાઇ બેનાણી પરિવાર, માતૃશ્રી કલાવંતીબેન ભુપતલાલ માઉ પરિવાર, આકાર જવેલર્સ પરિવાર, વિશ્ર્વાસ ગીત પરિવાર મોરબી, જુલીયાણા પેશન કલબ, મોજે દરિયા ગ્રુપના મેમ્બર્સ, આશાબેન સતીષભાઇ દફતરી પરિવાર, ઇલાબેન જસાણી પરિવાર, કિરણબેન રાજેશભાઇ મોદી પરિવાર જોસનાબેન સુભાષભાલ બાવીસી પરિવાર, પ્રવિણાબેન જગદીશભાઇ કોઠારી પરિવાર વગેરે દાતાશ્રીઓનો સહયોગ મળેલ છે.
બહારગામથી આવનાર યુવતિ ઉમેદવાર માટે બ્યુટી પાર્લરની વ્યવસ્થા તથા દરેક યુવતિઓ માટે મહેંદીની ફ્રી વ્યવસ્થા કરાઇ છે. આ મેળાનું ખાસ આકર્ષણ જેમાં પારિવારિક અને સામાજીક નાટિક LET કરો LATE પરિકલ્પના મેહુલ મહેન્દ્રભાઇ રવાણી લેખક હિતેશ સિનરોજા તથા સીનીયર કલાકારો દ્વારા વિશેષ રજુ કરવામાં આવશે.
આ તકે મેયર ડો. પ્રદીપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ તેમજ સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ ખાસ હાજરી આપશે.પરિચય મેળાની સંપૂર્ણ તૈયારી કરવામાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટની ટીમના સીનીયર એઝયુકેટીવ રાધિકા આડેસરા તથા બેંક ઓફીસ ટીમના દેવાંગ સતીયા રવિ જીલકા ઉદય કંદાઇ જીવનસાથી પસંદગી અવસર 2022 ના ચેરમને સુભાષભાઇ બાવીશી તથા આયોજન ટીમના મેમ્બર રાજેશભાઇ મોદી જગદીશભાઇ કોઠારી, પ્રકાશભાઇ ખજુરીયા, હરેશભાઇ દોશી, ધનેશભાઇ દોશી, કિર્તીભાઇ પારેખ, વિરેન્દ્રભાઇ સંઘવી, દિનેશભાઇ મોદી, પારસભાઇ મોદી, યોગેશભાઇ મહેતા, ભરતભાઇ બોરડીયા, હિતેશભાઇ દોશી, હિરેનભાઇ કામદાર, નિરવભાઇ સંઘવી, નિરવભાઇ પારેખ, ધવલભાઇ દોશી, પ્રકાશભાઇ મોદી, દિગ્વીજયસિંહ ઝાલા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મેહુલભાઇ રવાણી મો. નં. 98258 82579, હર્ષદભાઇ મહેતા મો. નં. 98245 63537 પર સંપર્ક કરવા જણાવાયું છે.
પરિચય મેળા દરમિયાન અનેક કાર્યક્રમો યોજાશે
મ્યુઝિકલ પ્રોગ્રામ વાઇસ ઓફ મુકેશ અલ્પેશ ડોડીયા એન્ડ ગ્રુપ, રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા રકતદાન કેમ્પ વેકિસનેશન કેમ ચક્ષુદાન અને અંગદાનના સંકલ્પ પત્રો ભરાવાશે ઉપરાંત જીવદયા પ્રવૃતિ અંતર્ગત ચકલીના માળા પાણીના કુંડા એનિમલ હેલ્પલાઇન તરફથી અપાશે તેમજ આ પરિચય મેળામાં રજીસ્ટ્રેશન કરાવનાર જે યુવક યુવતિ ઉમેદવારોનું સગપણ નકકી થશે તેમને આકાર જવેલર્સ દ્વારા ઓર્નામેન્ટસ સેટ અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ સ્વર્ગસ્થ મહેન્દભાઇ કેશવલાલ રવાણી પરિવાર દ્વારા રોકડ પુરસ્કાર અપાશે ઉપરાંત રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ઉમેદવારને એચ.એમ. જૈન મેટ્રીમોનીઅલ ગ્રુપ હર્ષદ મહેતા WHATSAAP બાયોડેટા ગ્રુપમાં એક વર્ષ માટે ફ્રી રજીસ્ટ્રેશન અપાશે.