સેન્સેકસે 59 હજારની સપાટી તોડી: અદાણી ગ્રુપના શેરોમાં કડાકા
આજે ભારતીય શેરબજારમાં ઉઘડતા સપ્તાહે મંદીની મોકાણ સર્જવા પામી હતી. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેકસે 59 હજારની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યા છે. અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી રહેવાના કારણે ભાવ તુટયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા આજે મંદી રહેવા પામી હતી.વૈશ્વિક બજારોમાં મંદીના કારણે આજે ભારતીય શેર બજાર પણ સપ્તાહના પ્રથમ દિવસે રેડ ઝોનમાં ખુલ્યુ હતું.
ઉઘડતી બજારે સેન્સેકસે 59 હજારની સપાટી તોડી હતી અને 58937.64ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. જો કે થોડી લેવાલી નીકળતા બજારે ફરી 59 હજારની સપાટી કુદાવી 59441.13 પોઇન્ટનું ઉપલું લેવલ હાંસલ કર્યુ હતુ. નીફટીમાં પણ આજે તોતીંગ કડાકા બોલી ગયા હતા. નીફટી આજે ઇન્ફાડેમાં 17300.90 પોઇન્ટની સપાટીએ પહોંચી ગઇ હતી. જયારે ઉપલી સપાટી 17451.60 પોઇન્ટની રહેવા પામી હતી.
બેન્ક નીફટી અને નિફટી મીડકેપમાં કડાકો નોંધાયો હતો.એબોટ ઇન્ડિયા, ગેલ, ઇટકા લેબ, એનટીપીસી, આઇસીઆઇસી બેન્ક, જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે એમફાસીસ, ઝી એન્ટરીમેન્ટ અદાણી એન્ટરપ્રાઇઝ, કોફાર્સ લીમીટેડ, રિલાયન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, એચડીએફસી, ટાટા સ્ટીલ જેવી કંપનીના શેરના ભાવ તુટયા હતા. બૂલીયન બજારમાં સોના અને ચાંદીના ભાવ તુટયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટયો હતો.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 462 પોઇન્ટના ઘટાડા સાથે 59001 અને નિફટી 150 પોઇન્ટના ઘટાડા સાથે 17314 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે ડોલર સામે રૂપિયો 18 પૈસાની નબળાઇ સાથે 82.92 પર ટ્રેડ કરી રહ્યો છે.