શહેરના મઘ્યમાં આવેલી અને અવાર નવાર સેવા કાર્યોથી લોક માનસમાં ઉચેરું સ્થાન ધરાવનાર શાળા એટલે ચાણકય વિઘા મંદિર, કરણસિંહજી મેઇન રોડ, ખાતે કોરોના વોરિયર્સ એટલે કે પોલીસ, સફાઇ કામદાર અને ડોકટર જેવા વ્યવસાય કે સેવામાં જોડાયેલા શાળાના વાલીઓનું શિલ્ડ અને ભેટપી સ્મૃતિ ચિહન આપી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનીટાઇઝર, માસ્ક જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલીઓએ પણ શાળાની આ કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના મેનેજીંગ ટ્રસ્ટ પ્રવીણભાઇ પાણી, નિલેશભાઇ દેસાઇ, ઓજસભાઇ ખોખાણી અને આચાર્ય હર્ષિદાબેન આરદેશણા, રશ્મિબેન બગથરિયા અને શિક્ષકોની સમુહ મહેનત સાથે પૂર્ણ થયો હતો.
ચાણકય વિદ્યા મંદિરમાં કોરોના વોરિયર્સ વાલીઓનો સન્માન સમારંભ યોજાયો
Previous Articleવોર્ડ નં.૩માં સેનીટાઈઝ-ફોગીંગ કરાવતા કોર્પોરેટર જયાબેન ડાંગર
Next Article ૨૯મીએ મનપાનું જનરલ બોર્ડ સવાલોની સટાસટી બોલશે