‘દિવસ પછીના દિવસ’ માટે સજજ થશે તંત્ર!
આર્થિક મંદી અને અન્ય નકારાત્મક પરિબળો સામે પગલા લેવા સરકારની કવાયત: ૧૧ સભ્યોની સમિતિ પી.કે. મિશ્રાના માર્ગદર્શન હેઠળ કામ કરશે
ચીનમાંથી ઉભી થયેલી કોરોનાની ભુતાવળ ભારતમાં ૧૩૦ કરોડ લોકોને ભરથી ન જાય તે માટે દેશમાં શરુ કરવામાં આવેલી જનતા કફર્યુથી લઇને લાકડાઉનની પ્રક્રિયાથી દેશમાં આ સંક્રમણને કાબુમાં લેવામાં મહંદશે સફળતા મળી છે. અલબત, લોકડાઉનથી આર્થિક મંદી અને અન્ય નકારાત્મક પરિબળોની શકયતાઓ સામે અસરકારક પગલા માટે સરકારે કવાયત હાથ ધરી છે.
સરકારે રવિવારે ૧૧ સભ્યોની સમિતિની રચના કરી લાકડાઉનના બાદ દેશના અર્થતંત્ર ને અને જાહેરજીવનને પાટે ચઢાવવા માટે કેવા પગલા લેવા જોઇએ તેના સુચનો માટે કવાયત હાથ ધરી છે ર૧ દિવસના લોકડાઉન દરમિયાન લોકોની હાડમારી દુર કરી જનજીવનને થાળે પાડવાના સુચનો મંગાવ્યા છે. આ સમિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવે પી.કે.મિશ્રાના માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે કોરોના ની વાયરાથી ઉભી થયેલી પડકારજનક પરિસ્થિતિને એક સાથે તમામ પડકારોને પહોચી વળવા અને આયાતકાલિન સ્થિતિમાં આવી પડેલા લોકડાઉન બાદ દેશનું અર્થતંત્ર અને જનજીવન થાળે પાડવા માટે સરકાર પાસે આવશ્યક કયા કયા પગલાઓ છે અને ટુંક સમયમાં તાબડતોબ બધુ રાબેતા મુજબે કરવા માટે સરકારે શું કરવું જોઇએ તેનું માર્ગદર્શન આ સમિતિ આપશે.
સરકાર દ્વારા રચવામાં આવેલી આ સમિતિના અલગ અલગ વિભાગો, ડિઝાસ્ટર, મેનનેજમેન્ટ એકટ અને ખર્ચ વિભાગને જરૂરી કાર્યવાહી માટે સુચનો આપશે. આ સમીતીમાં આથીંક અને વિકાસ બાબતો માટે આર્થિક બાબતોના સચિવ અતનું ચક્રવતીને આર્થિક પગલાનું કામ સોંપ્યું છે. જેમાં કોરોાનાના રોગચાળામાં રાહતના ખર્ચથી આવી પડેલા ભારણને કેમ દુર કરી શકાય તેના સુચનો મંગાવવામાં આવ્યા છે લોકડાઉન દરમિયાન ગરીબો અને મઘ્યમવર્ગના આર્થિક નુકશાનગ્રસ્ત લોકોને સહાયો જરુરી તમામ પગલા અને આયોજનની સમીક્ષા કરશે. અન્ય બે કાર્યવાહી સમીતીઓમાં નિતી આયોજનના સભય વિકેપોલ અને પર્યાવરણ સચિવ સી.કે. મિશ્રાને આરોગ્ય કટોકટી અને જરુરી સંશોધનોની ઉ૫લબ્ધી સાથે સાથે હોસ્પિટલ, તબીબી સુવિધા ઉપરાંત પોલીસ અને સેનાની કામગીરી ઉપરાંત સરકારી શાળાઓ યુનિવર્સિટી રેલવેમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવા અને તાલીમી કામગીરીના સાથે સાથે વેનટીલેટર તબીબી સંશાધનોની ઉપલબ્ધી પર દેખરેખ રાખશે વિકેપોલ અને સી.કે.મિશ્રાની આ સમીતી આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ સંત્રાલયના ૧૪મી એપ્રિલ સુધીના કાર્યભારણમાં સહભાગી બનશે.
કોરોના કટોકટીમાં પરિવહન એક અગત્યનું ક્ષેત્ર છે. જીવન જરુરી ચીજવસ્તુઓ તબીબી સંશોધનો તબીબો અને તબીબી સેવા માટે પરિવહનની અગત્યતા માટે આ ક્ષેત્ર ખાસ ઘ્યાન આપશે. સચિવ કક્ષાના ૯ પદાધિકારીઓ, નીતી આયોગના સભ્ય અને સીઇઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે.