દુનિયાભરના લોકોએ ઓકટોબર – નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અદભૂ ! આનંદ મેળવ્યો હતો ત્યારે વર્ષ 2022 નો આખરી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો ડિસેમ્બર તા . 7 મી થી તા . 17 સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાશે . રાજકોટના નગરજનો તા . 14 મી બુધવારે આકાશમાં ઉલ્કાવર્ષા આહલાદક જોઈ શકશે . રાજયમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો આનંદ મેળવવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે. ’ જાથા ’ ના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે ડિસેમ્બર માસમાં તા . 7 મી થી 17 સુધી જેમીનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદભૂત જોવા મળે છે . દેશ – વિદેશમાં કલાકમાં 10 થી 50 અને વધુમાં વધુ 100 ( એકસો ) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે . અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે . વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે .
તા . 7 થી ક્રમશ: ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે . તા . 14 મી ના રોજ ઈશાન ખૂણામાં રાત્રિના 08-33 કલાકથી રાત્રિના 10-30 કલાક સુધી ખૂબ જ સારી રીતે જેમીનીડીસ ઉલ્કાવર્ષા જોવા મળવાની છે જેમનું માન કલાકના 148 રહેશે . જો કે તા . 14 અને 15 ના રાત્રિના સવાર સુધી સૂર્યોદય પહેલા ઉલ્કાવર્ષા જોવા મળવાની છે . રાજકોટના નગરજનો તા . 14 મી ના રોજ રાત્રિના 08-06 કલાકથી ઉદય તા . 15 મી ના રોજ રાત્રિના 03-14 કલાકે મધ્ય ભાગમાં આહલાદક ઉલ્કાવર્ષા જોઈ શકવાના છે. આ ઉલ્કાવર્ષા સવારે સૂર્યની હાજરીમાં 10-17 કલાકે અસ્ત પામવાની છે. વધુમાં પડયા જણાવે છે કે જેમીનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તા . 14-15 બે દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે .
નરી આંખે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઈ શકાય છે . ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢનો સચ શ્રેષ્ઠ છે . મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જ વા મળે છે . ઉત્તર , પૂર્વ દિશા જોવામાં શ્રેષ્ઠ છે . ચારેય દિશામાં ગમે ત્યારે દિવસે – રાત્રે ઉલ્કાવર્ષા થાય છે . ક . 14 અને 15 બુધવાર અને ગુરૂવારે ઉલ્કા જોવાનું ચૂકશો નહિ . ખગોળપ્રેમીઓ દરિયાઈ કિનારે તા પર્વતીય – ખડકાળ , નિર્જન જગ્યાને પસંદ કરી પડાવ નાખશે . ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઇઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે . રોન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી , રંગબેરંગી ફટાકડાન કરો આકાશમાં જોવા મળશે.
જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય , તેમાં રસ લઈ , બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય , નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ , અમરેલી , બોટાદ , દેવભૂમિ દ્વારકા , અરવલ્લી , રાજપીપળા , ભાવનગર , જુનાગઢ , પોરબંદર , જામનગર , સુરેન્દ્રનગર , કચ્છ , અમદાવાદ , આણંદ , નડીયાદ , વડોદરા , ભરૂચ , સુરત , નવસારી , વલસાડ , ગાંધીનગર , મહેસાણા , પાટણ , પાલનપુર , ધાનેરા , ડીસા , હિંમતનગર , ગાંધીધામ , માંડવી , અંજાર , મોરબી , પાવગઢ , ગોધરા , વિગેરે નાના – મોટા નગરોમાં બે દિવસીય મધ્યરાત્રિ – પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે. જેમીનીડસ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના દિનેશ હુંબલ , નિર્ભય જોશી , રાજુ યાદવ , કાર્તિક ભટ્ટ , અશ્વિન કુગશીયા , નિર્મળ મેત્રા , વિક્રમ કુગશીયા , ભોજાભાઈ ટોયટા , આકાશ પંડયા , અંકલેશ ગોહિલ , વિનુભાઈ ઉપાધ્યાય , હર્ષાબેન વકીલ , ભક્તિબેન રાજગોર વિગેરે અનેક સદસ્યો ઉલ્કાવર્ષા અવકાશી નજારો જોડાયા છે .