તાજેતરમાં નવી મુંબઈની ત્રણ વર્ષની છોકરીની જમણી આંખમાં ઇયળના વાળ કે રુવાંટી જતી રહેવાને કારણે તેનાં એક નહીં કુલ ચાર ઑપરેશન કરવાં પડ્યાં હતાં. ઇયળ જેને આપણે બિલકુલ નુકસાનકારક માનતા ની એના વાળ આંખમાં એક વાર ઘૂસી જાય તો એને કાઢવા દરદી અને ડોક્ટર બન્ને માટે બહુ કપરું બની જાય છે. સૂજેલી અને ફરજિયાત રાખવી પડતી બંધ આંખની સો-સો કેટલાક કેસમાં આ અવસ વ્યક્તિને અંધ પણ બનાવી શકે છે
ઇયળ હાનિ પહોંચાડનાર ની એવું લગભગ બધા જ માનતા હોય છે. ઇયળમાંી પતંગિયાં બનતાં હોય છે અને એ પતંગિયાં પણ કોઈ હાનિ પહોંચાડતાં ની, ઊલટું એ એટલાં સુંદર હોય છે કે લોકોને એ બહુ ગમતાં હોય છે. ઇયળ હાનિ ની પહોંચાડતી એવું આપણે દૃઢપણે માનીએ છીએ એટલે જ કદાચ ઇયળી કોઈ ડરતું ની.
શાકભાજી સમારતાં-સમારતાં ખાસ કરીને રીંગણ કે ફ્લાવરમાંથી જો ઇયળ નીકળે તો થોડીક સૂગ ચોક્કસ ચડે છે, પરંતુ એને જોઈને કોઈ બૂમ-બરાડા પાડતું ની. જોકે આજનો આ લેખ વાંચીને ચોક્કસ હવે તમે જ્યારે પણ ઇયળ જોશો ત્યારે એનાી તમને ખૂબ બીક લાગવાની છે, કારણ કે આ ઇયળ તમારી આંખની દ્રષ્ટિ છીનવી શકવાની તાકાત ધરાવે છે.
કેસ
ગયા મહિને નવી મુંબઈમાં રહેતી ત્રણ વર્ષની એક છોકરી વેદિકા તેની દાદી પાસે કારડ ગામે ફરવા ગઈ, જ્યાં બગીચામાં રમતાં-રમતાં તે છોકરીની જમણી આંખમાં એકદમ જ ખંજવાળ આવી, ઇરિટેશન યું અને તેની આંખ બંધ જ ઈ ગઈ. તે આંખ ખોલી શકતી નહોતી. અચાનક જ આવું તાં તેનાં તેને ડોક્ટર પાસે લઈ ગયાં. ડોક્ટરે આંખ જોઈ અને તે સમજી ગયા કે છોકરીની આંખમાં ઇયળના વાળ ઘૂસી ગયા છે. આ ઇયળના વાળ કહો કે રુવાંટી કહો જે પણ છે એ કઈ રીતે છોકરીની આંખમાં ઘૂસ્યાં એ વિશે તેનાં પણ ખાસ ખબર નથી. તેમનું અનુમાન એ છે કે ઝાડ પર લટકતી ઇયળ છોકરીના મો પડી હશે કે હા પર પડી હોય અને એ હા તેણે આંખ પર લગાડ્યો હોય અને વાળ અંદર જતા રહ્યા હોય એવું બને અવા બને કે ઇયળ આંખમાં કે મોઢા પર ભટકાણી હોય.
ગામના ફિઝિશ્યને જોયું ત્યારે વેદિકાની આંખમાં ઇયળના ૧૫૦ જેટલા વાળ હતા, જેમાંથી ૬૦-૭૦ ટકા વાળ તે ડોક્ટરે જ વેદિકાને ઍનેસ્સિથેયા આપીને કાઢી આપ્યા. બાકીના વાળ હજી એમ જ હતા. બીજા દિવસે જ તાબડતોબ મુંબઈ પાછાં આવી વેદિકાનાં અહીંના ડોક્ટરને બતાવ્યું. આગળની વાત કરતાં વેદિકાના ડોક્ટર ક્ધસલ્ટન્ટ ઑપ્લ્મિથેક સર્જન, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડનાં ડોકટર કહે છે, ઇયળના વાળ નરી આંખે દેખાતા ની હોતા. માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે ખબર પડે છે કે આ વાળ આંખમાં ભરાઈ ગયા છે. વેદિકાની આંખમાં ઉપર અને નીચેનાં પોપચાંમાં વાળ ભરાયેલા હતા. ઇયળના વાળ એ પ્રકારના વાળ છે જે આંખના ટિશ્યુની અંદર ઘૂસી જાય છે.
આ વાળ કાઢવા બિલકુલ સહેલી વાત ની, ખાસ કરીને જ્યારે દરદી ત્રણ વર્ષની એક નાની છોકરી હોય; જેને પોતાને ક્યાં અને કેટલી તકલીફ છે એ વ્યવસ્તિ રીતે વ્યક્ત ન કરી શકે. વળી આ કેસમાં લોકલ એનેસ્થીયાથી પણ કામ ચાલે એમ નહોતું. ફરજિયાત જનરલ એનેસ્થીયાથી જ આપવું પડ્યું, કારણ કે તે નાની છોકરી હતી અને તેને એટલું પેઇન હતું કે તે અમને હા પણ લગાડવા દેતી નહોતી. વેદિકાની આંખમાંથી વાળ કાઢવાનું ઑપરેશન અમે એક વાર નહીં ત્રણ-ત્રણ વાર કર્યું. છેલ્લે તો એક જ વાળ રહી ગયેલો જેણે વેદિકાના કોર્નિયાને અસર પહોંચાડેલી હતી. અમે તેને જહેમતી કાઢ્યો. આજે વેદિકાની આંખ એકદમ નોર્મલ છે. કોઈ પણ તકલીફ ની.
કઈ રીતે થાય?
મોટા ભાગે આ રોગ ગામડાંઓમાં વધુ જોવા મળે છે. વેદિકાનો કેસ હેન્ડલ કરનારાં ડોક્ટરના જીવનમાં આ પ્રકારનો પહેલો જ કેસ આવેલો જે સૂચવે છે કે શહેરોમાં એનું પ્રમાણ ઓછું છે. બાગ-બગીચા, ખેતરો, વનપ્રદેશ જેવી જગ્યાઓ પર આ પ્રકારની ઘટનાઓ વધુ બને છે, પરંતુ ઇયળની રુવાંટી એકદમ બારીક હોય છે જે કોઈ જગ્યાએ હોય તો પણ નરી આંખે જોઈ શકાતી ની. એ આંખમાં કઈ રીતે જઈ શકે છે એ બાબતે જણાવતાં હિન્દુજા હેલ્કેર સર્જિકલ, ખારના ક્ધસલ્ટન્ટ ઓપ્થેમલોજિસ્ટ, વિટ્રીઓ-રેટિનલ સર્જન અને યુવિઆઇટિસ સ્પેશ્યલિસ્ટ ડોક્ટર કહે છે, ઘણી વખત ઇયળ કોઈ કપડામાં કે ટોવેલમાં પડી ગઈ હોય અને એના વાળ એમાં ચોંટી જાય પાછળી જ્યારે એ કપડાી આપણે મોઢું લૂછીએ ત્યારે એ આંખમાં જઈ શકે છે.
આ સિવાય આપણા હા પર પડી હોય અને એના વાળ ચોંટી જાય અને એ હાી આપણે આંખને અડીએ તો એ વાળ આંખમાં જતા રહે છે. એ માટે જ શાકમાંથી નીકળતી ઇયળને ક્યારેય હા લગાડવો નહીં કે જે છરીી શાક સુધારતાં હોઈએ એ છરી વડે એને દૂર કરવાને બદલે કોઈ નકામા કાગળમાં એને લઈ લો અને ફેંકી દો. શક્ય છે કે હાી ફેંકતી વખતે એના વાળ હામાં ચોંટે જે પાણી કે સાબુી દૂર ન પણ ાય અને આવા હા આંખને લાગે તો આવી તકલીફ ઈ શકે છે.
ખબર કેમ પડે?
આ રોગને કેટરપિલર હેર ઇન્ડ્યુસડ ઑપ્ેલ્માઇટિસ કહે છે, જ્યારે ઇયળના વાળ આંખમાં જાય ત્યારે શું ાય એનાં લક્ષણો જણાવતાં ડોક્ટર કહે છે, આવું થાય ત્યારે એકદમ ખંજવાળ આવે કે ઇરિટેશન થાય. આ સિવાય આ વાળ આંખના ટિશ્યુની અંદર જતા રહે એટલે આંખમાં સોજો આવી જાય. ઘણી વાર એ સોજો ખૂબ વધી જાય કે આંખને ચેક કરવી પણ મુશ્કેલ બની જાય. એટલે પ્રમ દરદીને સોજો ઉતારવાની દવા આપવી પડે અને પછી જ આંખની અંદર જોઈ શકાય. આ વાળ અંદર જાય ત્યારે આપણે સામાન્ય રીતે કંઈક ખૂંચતું હોય એટલે પાણી નાખી સાફ કરવા ઇચ્છીએ, પરંતુ આવું કરવાી એ વાળ નીકળે તો નહીં જ; પરંતુ વધુ અંદર જતા રહે એમ બની શ
કે છે. આ વાળ મોટા ભાગે આંખની સપાટી પર એની અસર બતાવતા હોય છે, પરંતુ અમુક ખાસ સંજોગોમાં એ આંખની ખૂબ અંદર જતા રહે છે એને કારણે ક્યારેક આંખનો ગોળો જ કાઢવો પડે છે અને વ્યક્તિ અંધાપાનો શિકાર ઈ શકે છે. આ સિવાય જેમ શરીર પર સ્ક્રેચ પડે એમ આ વાળને કારણે આંખમાં સ્ક્રેચ પડે છે જે સ્ક્રેચમાં ઇન્ફેક્શન વાની પૂરી સંભાવના રહેલી હોય છે. આ દરદીઓ આંખને ખૂલી રાખી શકતા ની, કારણ કે એ આંખ ખોલે તો તેમને ભયંકર પેઇન થાય છે. બંધ આંખે પણ પેઇન તો રહે જ છે, પરંતુ ખુલ્લી આંખ કરતાં એ ઓછું હોય છે. વેદિકાના કેસમાં ત્રણ દિવસ તે છોકરીની આંખ બંધ જ રહી હતી. આમ મહત્વનું એ છે કે આ પ્રકારનો કોઈ પણ અનુભવ ાય ત્યારે તરત જ વગર ચૂકે આંખના ડોક્ટર પાસે દોડી જવું હિતાવહ ભરેલું છે.