છેલ્લા બે વર્ષમાં ડોગ સાથે કેટ પાળવાનો શોખ વધ્યો છે: ડોગ કરતા બિલાડીની સંભાળ ઓછી લેવી પડતી હોય શહેરમાં ક્રેઝ વધી રહ્યો છે
‘મેં એક બિલાડી પાળી છે, જે રંગે બહુ રૂપાળી છે’ વર્ષો જુના આ ગીતથી બિલાડી આપણા માનવ જીવન સાથે વણાયેલ છે. દેશી બિલાડી પણ વર્ષોથી લોકો પાળી રહ્યા છે. આજે ૨૧મી સદીમાં વિદેશની અલગ અલગ બ્રીડની બિલાડી રાજકોટ શહેરમાં ૨૦૧૮ બાદ ક્રેઝ વધતા અંદાજે ૭૦૦થી વધુ બિલાડી પ્રેમીઓ છે.
ડોગ કરતાં બિલાડી રાખવામાં સહેલી હોવાથી લોકો વધુ પાળી રહ્યા છે. હાલ શહેરમાં સફેદ-બ્લેક કે મીકસ કલર (કેલીકો)ની કેટ વધુ જોવા મળી રહી છે. રાજકોટમાં પાંચ હજાર થી ૫૦ હજાર સુધી કેટ લોકો ખરીદી રહ્યા છે. ગુજરાતનાં અમદાવાદ સાથે બરોડામાં બિલાડી પ્રેમી વધુ જોવા મળી રહ્યા છે. ત્યાં પાંચ લાખ સુધીની કેટ લોકો પાળી રહ્યા છે. બરોડામાં તો રાજયમાં પ્રથમવાર કેટ શો પણ યોજાયો હતો.
સ્પંચ ફેસ, સેમી સ્પંચ ફેસ સાથે રશિયન શોર્ટ સાથે રાજકોટમાં ૭૦૦ જેટલા કેટ પ્રેમીઓ છે, જેની પાસે વિદેશી બિલાડી છે. આ ઉપરાંત દેશી બિલાડી પણ ઘણા લોકોએ પાળી છે.
ડોગ ફૂડની જેમ બજારમાં કેટફૂડ પણ મળે છે. જેમાંકેટની તમામ વસ્તુ મળે છે જેમાં શેમ્પુ-પ્લેસ્ટેન્ડ, સ્પે. કેટલીટર (એક પ્રકારની રેતી) જેને કારણે બેડ સ્મેલ આવતી નથી. બિલાડીના ખોરાકમાં જેલી-ફિસફુડ સાથે કેટને વેકસીનેશન-વિટામીન, કેલ્શિયમ જેવી દવા સાથે વેટરનરી ડોકટરોની સલાહ મુજબ બિલાડીના માલિકો સાર સંભાળ લઈ રહ્યા છે.
અબતક સાથેની વાતચિતમાં ડો.એ.બી.ગડારાએ જણાવેલ કે બિલાડી પાળવામા ઈઝી હોવાથી પશુ-પંખી પ્રેમીનો શહેરમાં ક્રેઝ વધી રહ્યો છે. દરેક બિલાડીને એન્ટી રેબીસવેકિસન (એ.આર.વી.) ફરજીયાત આપવું પડે છે. કેટ પ્રેમીઓ લાવવા લઈ જવા માટે બિલાડીમાં ઘણી સુગમતા રહેતી હોવાથી લોકો વધુ પાળી રહ્યા છે.
પાંચ હજારથી શરૂ કરીને પાંચ લાખ સુધીની વિવિધ બિલાડીઓ કેટ પ્રેમીઓ પાળી રહ્યા છે. રંગીલા રાજકોટ વાસીઓ કાચબા, પોપટ, નાના બજરીગર, જેવા વિવિધ કલરફૂલ બર્ડ નાની મોટી પ્રજાતિના ડોગ પાયથન જેવા વિગેરે સાથે હવે બિલાડી પાળવાનો નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ દાયકામાં લાખેલા શ્ર્વાન સાથે છેલ્લા બે વર્ષમાં મોંઘીદાટ બિલાડી પણ નગરજનો પાળી રહ્યા છે.
વિદેશી કેટની વિવિધ પ્રજાતિઓ
- પર્સિયન
- રશિયન શોર્ટ
- બ્રિટીશ શોર્ટ હેર
- બેંગાલ કેટ
- સ્કોટીશ ફોલ્ડ
- રશિયન બ્લુ
- અમેરિકન શોર્ટ હેર
- બર્મન
- હિમાલીયન કેટ
- એકઝોટીક શોર્ટ હેર
- બોમ્બે કેટ