ખરાબાની જમીન ઉપર મકાન, દુકાન અને તબેલો ખડકી દઈ કૌભાંડ આચર્યું
વાંકાનેરમાં સરકારી જમીન ઉપર મકાન, દુકાન અને તબેલો ખડકી દીધો સામે આવતા મામલતદારએ ત્રણ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. હાલ વાંકાનેર પોલીસે ત્રણેય આરોપીઓ સામે જમીન પચાવી પાડવા એટલે લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.
વાંકાનેર સીટી પોલીસ મથકે સરકાર તરફથી ઉતમકુમાર વિનયભાઈ કાનાણી (ઉવ.28 ધંધો નોકરી રહે.વાંકાનેર મામલતદાર કચેરી)એ આરોપીઓ ચંપાબેન લાખાભાઈ તેજાભાઈ માલકીયા, નાનજીભાઈ તેજાભાઈ માલકીયા, રામજીભાઈ તેજાભાઈ માલકીયા (રહે ત્રણેય વાંકાનેર વીશીપરા સ્મશાન રોડ) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, વાંકાનેર ગામની સીમ વીશીપરા સ્મશાન રોડ ઉપર આરોપીઓ લએ વાંકાનેર ગામતળના સરકારી ખરાબામા સવે નંબર 203મા આરોપીઓ ગેરકાયદે રહેણાંક મકાન અને દુકાન તથા તબેલો બનાવી તથા પાકુ બાંધકામ વાળુ મકાન તથા ત્રીજા આરોપીએ પાકુ મકાન બનાવી એ રીતે ત્રણેય આરોપી ઓ એ નજીક નજીકમા જમીન પચાવી પાડવાના આશયથી કબ્જો કરી લઇ હાલ સુધી પોતાના કબ્જામા રાખી વપરાશ કરતા આ જમીન કૌભાંડ સામે આવતા અંતે ફરિયાદ નોંધાઈ છે.