મનો દિવ્યાંગ યુવાને કૂતરાથી બચવા ફેંકેલા પથ્થરથી પાલિકા પ્રમુખની કારનો કાચ ફૂટતા ધોકા પાઇપથી બહેરેમીથી માર માર્યો
શિહોર નગર પાલિકાના પ્રમુખ અને તેના બે સાગરીતો ગઈકાલ અમરેલીમાં પોતાની કારમાં આવ્યા હતા તે સમયે એક મનો દિવ્યાંગ કૂતરાને ભગાડવા માટે તેને પથ્થર મારી રહ્યો હતો ત્યારે તેનો પથ્થર પાલિકાના પ્રમુખ ની કારના કાચમાં વાગી જતા કાચ ફૂટી ગયો હતો. જે બાબતનો ખાસ રાખી શિહોર નગરપાલિકાના પ્રમુખ સહિત ત્રણે મનો દિવ્યાંગ ના ઘરે જય તેને ધોકા વડે માર મારી યુવકના હાથ પગ ભાંગી નાખ્યા હતા. જેમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે 24 કલાક બાદ પોલીસમાં ફરિયાદ થતા પોલીસે શીહોર નગરપાલિકાના પ્રમુખ સહિત સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ અમરેલીના માણેકપરા વિસ્તારમાં રહેતા મંજુલાબેન નાથાભાઈ પાઠક નામના મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમ નકુમ અને બે અજાણ્યા શખ્સોના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતી કે, તેના માતા પિતાનું ઘણા વર્ષો અવસાન થાય ગયું છે.અને તેમના પતિનું કેન્સર ની બીમારીમાં મરણ થઈ ગયું છે
જેથી તે તેના મનો દિવ્યાંગ ભાઈ દીપક સાથે અમરેલી ખાતે રહી છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાત ચલાવે છે. જેમાં બે દિવસ પહેલા તેના ભાઈ દીપકને શોધી રહી હતી.ત્યારે તેનો ભાઈ દોડતો દોડતો તેના ઘરે આવી ગયો હતો. ત્યારે તેનો પીછો કરતા ત્રણ શખ્સો તેમના ઘરે દોડી આવ્યા હતા અને તેની બહેનને કહ્યું હતું કે તમારા ઘરમાં આવેલા શખ્સે અમારા કારના કાચ તોડયા છે. તેવું કહી ત્રણેય શખ્સો મહિલાના ઘરમાં ઘૂસી તેના અંદર રહેલા દિવ્યાંગ ભાઈ દીપકને બહાર કાઢી ધોકા પાઇપ વડે માર મારી તેના હાથ પગ ભાંગી નાખ્યા હતા.
જેથી દીપકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મહિલાએ આ ત્રણેય સક્ષોનો પીછો કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે તેમાંનો એક સિહોર નગરપાલિકાનો પ્રમુખ વિક્રમ નકુમ છે. જેથી મહિલાએ અમરેલી પોલીસ સ્ટેશનમાં સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમ સહિત ત્રણ સામે
ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે હત્યાની કોશિશ નો ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.