બચ્ચાને પોતાની સાથે થાનગઢ લઇ ગયા હતા
ચોટીલા-થાનગઢ વચ્ચે એક દિપડાનું બચ્ચુ રસ્તો ઓળંગતા માતાથી વિખુટુ પડી ગયુ હતું. તેને 3 યુવાનોએ રસ્તા પરથી ઉઠાવી વટ પાડતા ફોટા વિડીયો ઉતારી હેરાન પરેશાન કર્યુ હોવાનો અને વિડીયો ફરતો કર્યાની ઘટના તંત્ર સમક્ષ આવી હતી. વન વિભાગમાં દોડધામ મચેલ હતી. દેવસર ગામનાં યુવાનો સામે ગુનો દાખલ કરી કોર્ટમાં રજુ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલાનાં દેવસર ગામનાં ત્રણ યુવાનો શનિવારનાં સવારે થાનગઢ કારખાને કામ માટે બાઇક ઉપર જતા હતા. તે સમયે રસ્તામાં એક દિપડાનું નાનુ બચ્ચુ રોડ ઉપર મળી આવતા યુવાનોએ બચ્ચા સાથે પોતાના વિડીયો ફોટા વટ પાડતા પાડેલ હતા. અને બચ્ચાને સાથે થાનગઢ લઇ ગયા હતા જ્યાં આગળ બચ્ચાએ રો કકળ મચાવતા યુવાનોને કોઇએ જણાવતા પરત જ્યાંથી મળેલ તે સ્થળે બચ્ચાને મુકવા આવ્યા હતા.
ત્યાં લોકો એકઠા થતા સ્થાનિક વન વિભાગ સાથે સંકળાયેલ વ્યક્તિને જાણ થતા તેને વિભાગનાં અધિકારીને જાણ કરતા દોડી આવ્યા હતા અને દિપડાના બચ્ચાનો કબ્જો લીધો હતો.તા. 4 ના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં બચ્ચુ રોડ ઉપરથી યુવાનોએ ઉઠાવ્યુ હતું.