બંધુત્વ સે પ્રેમ અને બંધુત્વ કે સાથ સેવા
જે.એસ.જી., મેઇન વેસ્ટ, મીડટાઉન, રોયલ યુવા સેન્ટ્રલ, પ્રાઇમ, મિડટાઉન સંગીની, પ્રાઇમ સંગીની અને એલિટ સંગીનીના સંગાથે: બેટી બચાવો, બેટી પઢાવોના અંતર્ગત મેરેથોન રેલી: 13 વિદ્યાર્થીઓની વધુ અભ્યાસ માટે લેશે દત્તક
જૈન સોશિયલ ગ્રુપ્સ આંતરરાષ્ટ્રીય ફેડરેશન જે સમગ્ર વિશ્ર્વમાં જૈન સમુદાયની સૌથી મોટી સંસ્થા છે. જેમાં 438 ગ્રુપ અને 90,000 સભ્યો છે તથા સંગીની ફોર્મ મહિલા વિંગના 93 ગ્રુપોના 14000 સભ્યો છે. જૈન સોશિયલ ગ્રુપ સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં પોતાનો સ્થાપના દિવસ સાથે સેવા સપ્તાહ ઉજવે છે. જૈન સમાજ અને જૈન સોશિયલ ગ્રુપ અહિંસા પરમો ધર્મ અને જીઓ ઓર જીને દો તથા બંધુત્વ સે પ્રેમની ભાવનાથી તમામ સભ્યો કામ કરે છે. પોતાના સ્થાપના દિવસની ઉજવણી સાથે આખું અઠવાડિયું સેવા સપ્તાહ ઉજવે છે. સમગ્ર ભારતમાં તેના દસ રીજિયનો આવેલ છે. આ આશ્રય સેવા સપ્તાહ દરમિયાન કરોડો રૂપિયાના સેવાકીય કાર્યો થાય છે. આ આશ્રય સેવા સપ્તાહ તારીખ 20 ઓગસ્ટના રોજ સમાપન સેવા કાર્ય રાજકોટમાં યોજાયેલ છે.
જૈન સોશિયલના ગ્રુપ્સ આંતરરાષ્ટ્રીય ફેડરેશન પ્રમુખ અમિષભાઈ દોશી, સેક્રેટરી જનરલ, ચિરાગભાઈ ચોકસી, ઉપપ્રમુખ મનીષભાઈ દોશી અને આશ્રય સેવા સમિતિના ચેરમેન ઉપેનભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. જૈન સોશિયલ ગ્રુપ્સ આંતરરાષ્ટ્રીય ફેડરેશન જે સમગ્ર વિશ્ર્વમાં જૈન સમુદાયની સૌથી મોટી સંસ્થા છે. જેમાં 438 ગ્રુપ અને 90,000 સભ્યો છે તથા સંગીની ફોર્મ મહિલા વિંગના 93 ગ્રુપો ના 14000 સભ્યો છે. જૈન સોશિયલ ગ્રુપ સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં પોતાનો સ્થાપના દિવસ સાથે સેવા સપ્તાહ ઉજવે છે. જૈન સમાજ અને જૈન સોશિયલ ગ્રુપ અહિંસા પરમો ધર્મ અને જીઓ ઓર જીને દો તથા બંધુત્વ સે પ્રેમની ભાવનાથી તમામ સભ્યો કામ કરે છે. પોતાના સ્થાપના દિવસની ઉજવણી સાથે આખું અઠવાડિયું સેવા સપ્તાહ ઉજવે છે. સમગ્ર ભારતમાં તેના દસ રીજિયનો આવેલ છે. આ આશ્રય સેવા સપ્તાહ દરમિયાન કરોડો રૂપિયાના સેવાકીય કાર્યો થાય છે. આ આશ્રય સેવા સપ્તાહ તારીખ 20 ઓગસ્ટના રોજ સમાપન સેવા કાર્ય રાજકોટમાં યોજાયેલ છે.
‘અબતક’ના મેનેજીંગ તંત્રી સાથે વાતચિત કરતા જૈન સોશિયલ ગ્રુપ ફેડરેશનના ઉપપ્રમુખ મનીષભાઈ દોશીએ જણાવ્યું હતું કે તારીખ 13 ઓગસ્ટથી સમગ્ર ભારતમાં શરૂ કરેલ હજારો સેવાકીય કાર્યક્રમો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. ત્યારે આ આશ્રય સેવા સપ્તાહ સમાપન 9 મેગા સેવાકીય કાર્ય સાથે રાજકોટના 9 જૈન સોશિયલ ગ્રુપો અને ચાર સંગીની ગ્રુપોનો સથવારે સમાપન થવા જઈ રહ્યું છે. ત્યારે આ સેવા સમાપન સમારોહમાં ખાસ હાજરી આપવા ચેન્નઈથી ફેડરેશન પ્રમુખ અમીષભાઈ દોશી, સેક્રેટરી જનરલ ચિરાગભાઈ ચોકસી, ઉપ-પ્રમુખ બકુલેશભાઇ વિરાણી, ઉપ પ્રમુખ, મનીષભાઈ શાહ,પીઆરઓ સપન નાહટા પી. આર.ઓ. ધર્મેશભાઈ પારેખ વેબ એડમીન, સુરેશભાઈ કોઠારી, પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા,પૂર્વ પ્રમુખ, વગેરે ઉપસ્થિત રહેવાના છે. રાજકોટમાં આ સેવા સપ્તાહનો અંતિમ દિવસે 9 મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તે માટે રાજકોટના બધા ગ્રુપોનો પ્રમુખ મંત્રીઓ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે.
આશ્રય સેવા સપ્તાહમાં તારીખ 20 ઓગસ્ટના સવારે 9:00 વાગ્યાથી મેરેથોન રેલીથી બેટી બચાવો બેટી પઢાવોની ઝુંબેશને બળ પૂરું પાડવા 300 થી વધુ સ્કૂલ બાળાઓ તથા મોટા પ્રમાણમાં જેએસજી ગ્રુપના સભ્યો સંગીની ફોરમના બહેનો આ રેલીમાં જોડાશે. સતત 12 કલાક વિવિધ સેવાકીય કાર્યો રાજકોટ નગરના આંગણે યોજી જૈન સોશિયલ ગ્રુપ એક વિક્રમ સર્જવા જઈ રહ્યું છે.
આ સેવા સપ્તાહ સમાપનમાં જૈન સોશિયલ ગ્રુપ સૌરાષ્ટ્ર રિજિયનના ચેરમેન કાર્તિકભાઈ શાહ પૂર્વ ચેરમેન ચેતનભાઇ વોરા મંત્રી હિરેન પરીખ તથા સૌરાષ્ટ્ર રિજ. હોદેદારોઓના 30 જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ મંત્રી હોદેદારો ખાસ ઉપસ્થિત રહેશે. આ સમાપન સમારોહમાં છેલ્લા 25 વર્ષથી સૌરાષ્ટ્રમાં રિજિયનમાં સેવા આપનાર પૂર્વ ચેરમેનનું સન્માન આયોજન થશે.
આશ્રય સેવા સપ્તાહના ભાગરૂપે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. છેલા 5 વર્ષ થી એલિટ ગ્રૂપ રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યુ છે. રક્તદાતાઓ કાયમ માટે ઇંતેજાર કરતા હોય છે કે જે જૈન સોશિયલ ગ્રુપ એલિટનો રક્તદાન કેમ્પ થાય અને અમે રક્તદાન કરીએ, રક્તનો કોઈ વિકલ્પ નથી એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિને નવી જિંદગી મળે છે. લાખેણા ઇનામો સાથે જન કલ્યાણ સોસાયટીના એર કન્ડિશન હોલમાં રક્તદાતાઓને સાતા ઉપજેવા વાતાવરણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે રક્તદાતાઓ સુંદર મજાની વિશાળ પ્રમાણમાં ગીફટો આપવામાં આવે છે. અને રક્તદાતાઓની વચ્ચે લક્કી ડ્રો કરી સોનાની અને ચાંદીની ગીનીઓ ટીવી ફ્રીજ વગેરે ભેટ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર રિજિયન સંગીની ફોરમના ક્ધવીનર શ્રીમતી સેજલબેન દોશી જેએસજી મીડ ટાઉન સંગીની ફોરમના પ્રમુખ પ્રીતિબેન શાહ તથા સૌરાષ્ટ્ર રિજિયનના મીરાબેન દોશી વધુમાં માહિતી આપતા જણાવે છે.
આશ્રય સેવા સપ્તાહ દરમિયાન અમારા મીડટાઉન સંગીની ફોરમ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં વડીલોને વંદના કરી આખો દિવસ સાથે રહેવા વૃક્ષારોપણ કરેલ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો બેટી પઢાવોના આહવાનને વેગ આપવા તારીખ 20 ઓગસ્ટ રવિવારે મેરેથોન રેલીમાં સ્કૂલ બાળાઓ સાથે 500 થી વધુ લોકો જોડાશે. બહુમાળી ભવનથી યાજ્ઞિક રોડ રાષ્ટ્રીય શાળા સુધીની આ રેલી સમાજને એક સંદેશ આપશે સાથો સાથ રાજકોટની કે જે કોટેચા ગર્લ્સ સ્કુલની બાળાઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે 150 લીટરનું વોટર કુલર ભેટ આપશે. તે ઉપરાંત સરોજની નાયડુ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરી બારમા ધોરણમાં સુંદર માર્કસ મેળવી ઉત્તીર્ણ થયેલ 13 વિદ્યાર્થીનીઓને વધુ અભ્યાસ માટે શિક્ષણ માટે દત્તક લેવા છે. જૈન સોશિયલ ગ્રુપ મિડટાઉનના પ્રમુખ તરૂણભાઈ કોઠારી જીવદયાના કાર્યની પ્રેરણા માટે ગાય માતાનું પૂજન કરી અને અબોલ જીવોના પેટમાં ખોરાક સાથે જતો પ્લાસ્ટિકની તકલીફો દૂર કરવા ગૌ માતાના જટિલ ઓપરેશન કરાવશે. વિદ્યાર્થીનીઓને વધુ અભ્યાસ માટે શિક્ષણ માટે દત્તક લેવા છે.
જૈન સોશિયલ ગ્રુપ, યુવાના પ્રમુખ મનીષભાઈ મહેતા તથા કારોબારી સભ્યો જીવદયાના કાર્યો કરી ગૌશાળા ખાતે 1200 જેટલી ગાયોને ફળ શાકભાજી અનાજ અન્ય વસ્તુઓનો અન્નકોટ ગાય માતાને અર્પણ કરવામાં આવશે. જૈન સોશિયલ ગ્રુપ પ્રાઈમના પ્રમુખ હેમલભાઈ પારેખ અને સંગીનીના પ્રમુખ પૂજાબેન મહેતા સેવા સપ્તાહના ભાગરૂપે મેરેથોન રેલીની બાળાઓને તથા કે જે કોટેચા સ્કૂલની બાળાઓને સ્ટીલની 1008 વોટર બોટલ ભેટ આપશે. સમગ્ર ભારતમાં જૈન સોશિયલ ઇન્ટરનેશનલ ફેડરેશન દર વર્ષે સેવા સપ્તાહનું આયોજન કરે છે તથા જીવદયા માનવતા વગેરેના કાર્યો કરી સમાજને એક નવો રાહ ચિંધે છે.તેવી જ રીતે સરોજીની નાયડુ સ્કૂલની 200 વિદ્યાર્થિનીઓ મેરેથોન રેલીમાં જોડાઈ અને સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સોનલબેન ફળદુનો સહકાર મળેલ છે. મેરેથોન રેલીમાં કે જે કોટેચા સ્કૂલની વિદ્યાર્થિનીઓ અને તેના પ્રિન્સિપાલ સ્વાતિબેન જોશીનો સહકાર મળેલ છે.‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે મનિષભાઇ દોશી, સેજલભાઇ કોઠારી, ઉપેનભાઇ મોદી અને નિલેષભાઇ કામદાર ઉપસ્થિત રહ્યા હતા.