સ્ટાર્ટર નહિ ફિનીશર બનવાનું ગોલ રાખો : એમ-પાવર ફાઉન્ડેશન સુરત
દસમા અને બારમા ધોરણ પછી સ્ટુડન્ટને કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવા માટે એમ-પાવર ફાઉન્ડેશન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનપુરા ખાતે જીવનભારતી સ્કુલમાં યોજયેલા સેમિનારમાં કેરિયર કાઉન્સીલર શ્રી જયેશએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીએ પોતાની ક્ષમતા અને રુચિ મુજબ કોર્સની પસંદગી કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે હંમેશા જોવામાં આવે છે કે ૧૦મા કે ૧૨મા ધોરણમાં ટકા ઓછા આવવાને કારણે સ્ટુડન્ટ નાસીપાસ થાય છે જે ખોટી બાબત છે. તેમણે ચેતન ભગતનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આઈ આઈ એમનો ગ્રેજ્યુએટ થયેલો માણસ સ્ટોરી લખી ને સૌથી વધુ રૂપીયા કમાઈ રહ્યો છે એટલે કે આજે આર્ટસમાં સફળતાના અવસરો રહેલા છે.
સ્ટુડન્ટે પોતાની રૂચી પ્રમાણે કરિયરની પસંદગી કરવી જોઈએ પછી ભલે તેને આર્ટસ, કોમર્સ કે સાયન્સમાં રસ હોય. તેમણે કહ્યું કે હવે આવનારો યુગ રોબોટિક્સનનો હશે. આ માટે તેમણે સ્કોડા કાર, રોટલી બનાવતો રોબોટ તેમજ જાપાનની હ્યુમનલેસ બેંક નું ઉદાહરણ આપ્યું હતું.
આ તબક્કે વિદ્યાર્થી ઓ ને વિવિધ વિકલ્પો આપતા જણાવ્યું કે બાયોટેકનોલોજી, જીનેટિક એન્જીનીયરિંગ, ફોરેન્સિક સાયન્સ, વેટેરનરી, એમબ્રિયોલોજી, ડેરી ટેકનોલોજી, ફૂડ પ્રોસેસીંગ, સાયબર સિક્યુરિટી, ટેક્ષ મેનેજમેન્ટ, સાયબર ક્રાઇમ, ન્યુક્લીયર સાયન્સ, એકચ્યુરીયલ સાયન્સ અને ઈ-કોમર્સમાં કેરિયર બનાવવાની વિશાળ તકો રહેલી છે. આ તબક્કે તેમણે સ્ટુડન્ટને યુપીએસસી, જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈય્યારી માટે પ્રેરણા આપી હતી. આઈએએસ અને આઈપીએસની જોબને તેમજ “રાજા” સાથે સરખામણી કરી હતી.
આ તબક્કે સંસ્થાના સ્થાપક સભ્યો મુસદ્દીક કાનુન્ગો, અફરાઝ શેખ, અસલમ મલેક તેમજ ફયસલ બકીલીએ શ્રોતાઓ સમક્ષ જણાવ્યું હતું કે ચાહની કિટલી પર શરૂ થયેલી અમારી ચર્ચામાંથી એમ-પાવર ફાઉન્ડેશનને મૂર્ત સ્વરૂપ મળ્યું હતું જેના પરિણામરૂપે આજનું કાર્યક્રમ અમલમાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા નજીકના ભવિષ્યમાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે.
ઓલ ઈન્ડિયા મુસ્લીમ પ્રોફેસનલના ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ જનાબ જાબીર ચોકસીએ સરકારી તેમજ બિનસરકારી રાહે મળનારી સ્કોલરશીપ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કયા કોર્સમાં કેટલાની સહાય મળી શકે તે માટેની વિગતવાર વાતો કરી હતી. બંને વક્તાઓના વક્તવ્ય પછી પ્રશ્નોત્તરીના સેશનમાં અનેક સ્ટુડન્ટ અને તેમનાં વાલીઓએ તેમને પ્રવર્તતી મૂંઝવણ વિશે ઢગલાબંધ સવાલો કર્યા હતા જેના સંતોષકારક પ્રત્યુત્તર મળ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com