રાજકોટના ત્રણેય મિત્રો ફાર્મ હાઉસથી પરત ફરતી વેળાએ કાર પાણીમાં ગરક

ગરાસીયા યુવાનોની ૨૪ કલાક બાદ ભાળ ન મળતા પરિવાર ચિંતત

એન.ડી. આર.એફ. અને ફાય બ્રિગેડની ટીમ દ્વારા જેસીબીની મદદથી કારને બહાર કાઢવા રેસ્કયુ હાથ ધરાયું

પડધરી તાલુકાના બોડી ધોડી પાસે બેઠા પુલ પર ધસમસતા પાણીના પુરમાં કાર તણાતા અંદર બેઠલા રાજકોટના લક્ષ્મીવાડીના ત્રણ-મિત્રો લાપતા થતા ફાયર બ્રિગેડની મદદથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. જયારે અન્ય બે ક્ષત્રિય યુવાનોની આજે વહેલી સવારથી એન.ડી.આર.એફ ફાયર બિગ્રેડની ટીમ દ્વારા  શોધખોળ હાથ ધરી છે ત્યારે કાર રેલ્વે પુલ નજીક મળી આવતા જેસીબીની મદદથી કારને રેસ્કયુ કરી બહાર કાઢવા ઓપરેશન હાથ ધરાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર પેરવાના ગામના વતની અને રાજકોટના લક્ષ્મીવાડીમાં કાળા પથ્થરના કવાર્ટરમાં રહેતા અને જમીન મકાનના ધંધાર્થી રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા નામના ૪૭ વર્ષીય યુવાન, કાલાવડના મછલીવડ ગામના બળવંતસિંહ ઉર્ફે બલુભા દિલુભા જાડેજા ૪૨ અને આનંદનગર કવાર્ટરમાં રહેતો સંજય જગદીશભાઇ ટાંક સહિત ત્રણેય મિત્રો રાજભા ઝાલાના રાદળ ગામે આવેલા ફાર્મ હાઉસે કેટા કાર લઇને ગયા હતા. સોમવારે મોડી રાત્રે મિત્રો કાર લઇને રાજકોટ આવવા રવાના થયા હતા. ત્યારે બોડી ધોડી ગામ પાસે બેઠા પુલ પર ધસમસતા પુરમાં કાર તણાઇ હતી.

બાદ દિવસ દરમિયાન ત્રણેય યુવકોના પરિવારજનોને સંપર્ક ન થતા રાજભા ઝાલાના સંબંધીએ પડધરી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. તે ગાળામાં પોલીસ મથકને જાઇ થઇ કે નદીનાં પરમાં અજાણ્યો મૃતદેહ પાણીમાં તણાયને પડ્યો છે પોલીસે સ્ટાફ લાપતા બનેલા પરિવાજનોને દોડી ગયા હતા ત્યારે સંજય જગદીશ ટાંકના મૃતદેહ ને ઓળખી બનાવતા તેના મૃતદેહ પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો.

IMG 20200708 WA0006

જયારે લાપતા બનેલા ગરાસિયા પરિવારના બે યુવકને શોધખોળ માટે મામલતદાર ભાવનાબેન કલકેટર તંત્રનો સંપર્ક કરી એન.ડી.આર. એફ, ની મદદ અને ફાયર બિગ્રેડના તરવૈયા દ્વારા મોડી સાંજ સુધી લાપતા બંન્ને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. પરતું મળ્યા ન હતા.

આજે વહેલી સવારથી એન.ડી.આર.એફના ૨૦ જવાનો અને ફાયર બિગ્રેડના તરવૈયા દ્વારા લાપતા યુવાનોની શોધખોળ હાથધરી છે. પડધરીના નાયબ કલેકટર અને મામલતદાર ભાવનાબેન તેમજ પોલીસ સ્ટાફ ખેડ પગે રહી કામગીરી હાથધરી છે. પ્રાથમિક તપાશમાં રાજભા ઝાલા ત્રણ-ભાઇઓમાં વચેટ છે. રાજભાને બે-પુત્ર અને ૧ પુત્રી છે. જયારે બળવંતસિંહ ઉર્ફે બલુભા જાડેજા ત્રણ ભાઇઓમાં સૌથી નાના છે. સંતાનમાં ૧ પુત્રી છે.

પડધરી નજીક રેલવેના પુલ પાસે પાણીમાં ઓઇલ દેખાતા જેના આધારે ફાયર બ્રિગેડના તરવૈયાઓએ શોધખોળ હાથ ધરતા વીસ ફૂટ ઉંડી પાણીમાં અને રેતીમાં ખૂચી ગયેલી કારને બહાર કાઢવા એન.ડી.આર.એફ. અને ફાયર બ્રિગેડ દ્વારા કારને જેસીબીની મદદથી બહાર કાઢવા રેસ્કયુ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.