રૂ.10 લાખનું રૂ.18 લાખ વ્યાજ ચુકવ્યું તેમ છતાં વધુ બે લાખ વસુલ કરવા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી
શહેરના મોરબી રોડ પર આવેલા રાધામિરા પાર્કમાં રહેતા અને પેડક રોડ પર શક્તિ કાસ્ટીંગ નામની ફેકટરી ધરાવતા કેન્સરગ્રસ્ત પ્રૌઢે જામનગરના ત્રણ શખ્સોને વ્યાજ સહિતની રકમ ચુકવી દીધી હોવા છતાં પેન્લટી વસુલ કરવા માટે જામનગર કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરી ધાક ધમકી દેતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાધામિરા પાર્કમાં રહેતા કૈલાશભાઇ અવચરભાઇ રામોલીયાએ કારખાનેદારે જામનગર એરફોસ રોડ પર રોઝી પાર્કમાં રહેતા દેવજી રુગનાથ છત્રોલાસ તેના ભાઇ મનસુખ રુગનાથ છત્રોલા અને પુત્ર વિમલ દેવજી છત્રોવા સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જામનગર કોર્ટમાં ચેક રિટર્નની નેગોસિએબલ અંગેની ફરિયાદ નોંધાવી છે.
દેવજીભાઇ છત્રોલાને 2017માં ધંધામાં પૈસાની જરુર પડતા તેઓએ દેવજી છત્રોલા પાસેથી રુ.ા10 લાખ માસિક 2 ટકા વ્યાજ લીધા હતા દર મહિને વ્યાજની રકમ પ્રકાશ ગરાડા મારફત ચુકવવામાં આવતી હતી. વ્યાજ પેટે અત્યાર સુધીમાં રુા.7 લાખ ચુકવી દીધા છે. ત્યાર બાદ મુળ રકમ પેટે રુા.11 લખ ચુકવી દીધા હતા. દરમિયાન કૈલાશભાઇ રામોલીયાને કૈન્સર થયુ હતુ અને પેરેલીલસનો એટેક આવતા તેનો ધંધો કરી શકતા ન હતા. આમ છતાં ત્રણેય શખ્સો વ્યાજ સમયસર ચુકવી ન શકતા વધારાની પેનલ્ટીના 2 લાખની માગણી કરી સિક્યુરિટી પેટે લેધેલા ત્રણ ચૈક પેકી એક રુા.4,90 લાખનો રિટર્ન કરાવી જામનગર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હેરાન કરતા હોવાનું કૈલાસભાઇ રામોલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. બી ડિવિઝન પી.આઇ. આર.જી.બારોટ સહિતના સ્ટાફે જામનગરના ત્રણેય શખ્સો સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.