બીડીના બંધાણીમાં શ્વાસ લેવાની અવાજ બેસવાની ખોરાક ગળે ઉતારવાની તકલીફ એ કેન્સરના લક્ષણો છે: ડો.ખ્યાતી વસાવડા

વોકહાર્ટ હોસ્પિટલના કેન્સરના નિષ્ણાંત ડો.ખ્યાતી વસાવડા માહિતી આપતા જણાવે છે કે મોટા ભાગે તમાકુ, માવા, ગુટખા તથા બીડીના વ્યસની લોકો મોઢા અને ગળાના ભાગમાં કેન્સર સાથે હોસ્પિટલની મુલાકાતે આવતા હોય છે. આવા દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ,અવાજ બેસી જવાની તકલીફ,ખોરાક ગળે ઉતારવાની તકલીફ હોય છે જેના માટે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે.

તાજેતરમાં જ એક 70 વર્ષીય દર્દીને શ્વાસ લેવાની તકલીફ સાથે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યા2ે તેમને શ્વાસ લેવામાં તકલીફ તથા લોહીમાં ઓક્સિઝનનુ પ્રમાણ ખુબ જ ઓછુ જણાયુ હતુ. આ ઉપ2ાંત તે દર્દીની દુરબીનથી તથા સીટી સ્કેનથી તપાસ કરતા ગળામાં ગાંઠ હોવાનુ માલુમ થયુ.ત્યારબાદ તેમની તાત્કાલીક સારવાર ડો.ખ્યાતી વસાવડા અને તેમની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી.  દર્દીને તાત્કાલીક રાહત માટે સારવાર આપી અને બાયોપ્સી તપાસ આધુનિક દુરબીન વડે કરવામાં આવી જેમાં શ્વરપેટીનુ કેન્સર જણાતા તેનુ તાત્કાલીક નિદાન કરવાની ફરજ પડી.

ડો.ખ્યાતી વસાવડાએ વધુમાં જણાવેલ કે ઓપરેશનમાં દર્દીની શ્વરપેટીને કાઢી નાખવામાં આવી અને  શ્વાસ લેવા માટેનો રસ્તો પુન: સ્થાપિત કરવામાં આવ્યો.છાતીના માસની મદદ વડે નવી અન્ન નળી બનાવવામાં આવી અને ગળાના લસીકા ગ્રંથીઓની સફાઈ કરવામાં આવી. માત્ર 15 દિવસના રિક્વરી સમયગાળા બાદ દર્દી ફરી મોઢેથી ખોરાક લેવા લાગ્યા અને કેન્સર માટેની આગળની સારવાર પણ પુર્ણ થઈ. ત્યારબાદ આજ દિવસમાં આધુનિક યંત્ર વડે દર્દી ફરી બોલી શકે છે. તેમજ તેના રોજીંદા કાર્ય પણ સરળતાથી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.