જામકંડોરણા લેઉવા પટેલ વિશ્રાન્તી ગ્રૂહ ખાતે માનવતા ગ્રુપ દ્વારા કેન્સર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમા અમદાવાદ ના સેવા ભાવી ડો. કિન્નર શાહ તેમજ યસ શાહ મીડ લાઈફ ફાવડે સન ના હરીશ જાદવ તેમજ હાર્દિક પ્રજાપતિ સહિત ઓ એ સેવા આપી હતી આ તકે રાજ્ય ના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ડેરી ના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા માર્કેટ યાર્ડ વિઠ્ઠલભાઈ બોદર સહિતના આગેવાનો દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયો હતો માંગરોળ સુરેન્દ્રનગર વેરાવળ સહિત અન્ય ગામો માથી આવેઆવે 25 દર્દીઓ ને તપાસી ને સારવાર અપાઈ હતી.
આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા એ આ કેમ્પ આવેલા ડો. કિન્નર શાહ તેમજ તેમની ટીમ ની સેવાઓને વિના મુલ્ય કેમ્પ કરવા બદલ શુભેચ્છાઓ આપી સન્માનિત કર્યા હતા ડો.કિન્નર શાહ સેવાઓ ને બિરદાવતા હતી આ તકે કિન્નર શાહ જણાવ્યુ હતુ કે ખાસ કરીને સૌરાષ્ટ્ર % તમાકુ ખાવા થી અન્ય કેસો મા દારુ નોનવેજ મેદસ્વીપણુ અને વાયરસ થી કેન્સર નુ પ્રમાણ વધ્યુ છે તમાકુ માણસ નો સાવ મોટો દુશ્મન છે અને સારવાર થી કેન્સર મટી સકે છે.
આ કેન્સર નિદાન કેમ્પ ને સફળ બનાવવા શિક્ષણવિદ વિજયભાઈ રાણપરીયા શિક્ષણવિદ દિપકભાઇ ગજેરા અરવિંદભાઈ વાડોદરીયા હિતેશભાઈ દોગા મનસુખભાઈ બાલધા પ્રવિણભાઈ દોગા અતુલભાઈ લશ્કરી ભોળા સોલંકી તથા ધર્મેન્દ્રભાઈ બાબરીયા સહિતના સેવાભાવી યુવાનનો આ કેમ્પ યોજવા બદલ દર્દીઓ આભાર માન્યો હતો અને આ યુવાનોની સેવાઓને બિરદાવી હતી.