કપાસિયા તેલ અને સનફલાવર તેલના ડબ્બામાં પણ ભાવ વધારો
ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે સીંગતેલના ડબ્બાના ભાવ ફરી રૂ. 3000 થઇ જાય તેવી દહેશાત વર્તાય રહી છે. કપાસિયા તેલ અને સન ફલાવર ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે. ચારે બાજુથી મોંધવારીથી ઘેરાયેલી જનતાને સતત ડામ પડી રહ્યા છે. સીંગતેલના ડબ્બાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં 90 રૂપિયાનો વધારો આવ્યો છે. હાલ 1પ કિલોના ડબ્બાના ભાવ રૂ. 2110 થી 2160 બોલાય રહ્યા છે.
સીંગતેલના ડબ્બાના ભાવમાં ગઇકાલે 30 રૂપિયાનો વધારો થયો છે. જયારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂ. 1પ અને સનફલાવરના તેલના ડબ્બાનો ભાવ રૂ. 10 નો વધારો થઇ રહ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ ટુંક સમયમાં ફરી રૂ. 3000 ની સપાટી કુદાવે તેવી દહેશત હાલ દેખાય રહી છે.