ગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના કેમ્પસ પર નોર્થ અમેરીકા તથા અમદાવાદમાં સ્થિત સ્ટ્રીબો ઈન્ક. કંપની દ્વારા કેમ્પસ રીક્રુટમેન્ટ ડ્રાઈવ યોજાઈ હતી. આ રીક્રુટમેન્ટ ડ્રાઈવમાં સીએસઆઈ, આઈટી તથા એમ.સી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તાજેતરમાં ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ પર રીક્રુટમેન્ટ ડ્રાઈવમાં સીએસઈ, આઈટી તથા એમસીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ૧૩ વિદ્યાર્થીઓને સોર્ટ લીસ્ટ કરી પસંદગી પામ્યા હતા. પ્લેસમેન્ટ ડ્રાઈવના આયોજનની જવાબદારી બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના પ્રો.‚ષભ કોઠારી, પ્રો.હેમલ રાજયગુરુ, પ્રો.રાહુલ વોરા, પ્રો.મિતુલ શેઠ અને પ્રો.મૌલિક બોરસાણીયાએ ઉપાડી હતી.
પસંદગી પામનાર વિદ્યાર્થીઓ અને સમગ્ર આયોજક ટીમને સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.વૈભવ ગાંધી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સ્ટ્રીબો ઈન્ક. કંપનીના અધિકારીઓ એચ.આર.મેનેજર મોઈઝ બરોડાવાલા, લીડ એચ.આર. અનુશ્રી જરીવાલા, એચ.આર.ક્ધસલ્ટન્ટ દીવ્યાંક મુલે, મૈત્રી પટેલ અને રાજવી ગજજરનો તેમના સહયોગ અને ગાર્ડી વિદ્યાપીઠ સાથેના સંયોજન બદલ આભાર વ્યકત કર્યો હતો.