પ્રાકૃતિક ખેતી આજના સમયની તાતી જરુરીયાત
રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે વર્ચ્યુઅલ માધ્યમથી સૌને માર્ગદર્શન આપ્યું
રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધે અને મહતમ ખેડૂતો જોડાય તેવા હેતુથી પ્રયાસો થઇ રહયા છે. દરેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માહિતી મળે તે માટે સરકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સનું આયોજનકરવામાં આવ્યું હતું.રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓએ માર્ગદર્શન મેળવ્યું હતુ.
રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધે તેમજ મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે અંગે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષી મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યસચિવ પંકજકુમાર તથા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચીવશ્રી કે. કૈલાશનાથન ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે રાજકોટ જિલ્લામાં ગામ દિઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવે તે અંગે આત્મા વિભાગના ફાર્મર ફ્રેન્ડ, એક્સટેન્શન ઓફીસર તથા ગ્રામસેવકો દ્વારા કલેક્ટકરશ્રી અરૂણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને તાલીમબધ્ધ કરવામાં આવશે. આ ઉપરાંતજે ખેડૂતો પાસે ગાય ઉપલબ્ધના હોય.
તેવા ખેડૂતોને ગૌ-શાળાની મદદથી દેશી નશ્લની ગાયોના છાણમાંથી જીવામૃત, ઘન જીવામૃત બનાવીને આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતીમાંથી તૈયાર થયેલા ઉત્પાદનો વેચવા માટે વન-ડે માર્કેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયત નિયામકશ્રી, નાયબ ખેતી નિયામક (તાલીમ), આત્મા વિભાગના પ્રોજેક્ટ ડાયરે્કટરશ્રી તથા નાયબ પશુપાલન અધિકારીશ્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.