- કેમ્પમા 500થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો
- 70 વર્ષ કે તેથી વધુ ઉંમરવાળા ભાઈઓ બહેનો માટે કેમ્પનું કરાયું આયોજન
Veraval News : વેરાવળ ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ ડોક્ટર અરુણ રોયના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવ્યો હતો. કેમ્પ લોહાણા મહાજન વાડી વેરાવળ ખાતે યોવામા આવ્યો હતો. જિલ્લાના 70 વર્ષ કે તેથી વધુ ઉંમરવાળા ભાઈઓ બહેનો માટેના આ જાહેર પ્રથમ કેમ્પમાં ઉમળકાભેર ભાગ લઈ સરકારની આ યોજનાનો લાભ લીધો હતો. તેમજ શહેરીજનોએ આ કાર્યને બિરદાવી લોહાણા મહાજન વેરાવળની યાદીમાં જણાવાયું હતું.
ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોય, ડોક્ટર કણસાગરા DQMO, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એન વી કતીરા, ના માર્ગદર્શન હેઠળ લોહાણા મહાજન, સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ તથા અનિષ રાચ્છના સહયોગથી PMJAY યોજના હેઠળ 70 કે તેથી વધુ વર્ષના ભાઈઓ બહેનો માટે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધા માટે વયવંદના કાર્ડનો કેમ્પ શ્રી લોહાણા મહાજન વાડી વેરાવળ ખાતે યોજાયો હતો. આ કેમ્પમા 500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો.
આ કેમ્પ ડોક્ટર અરુણ રોયના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવેલ ત્યારે લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમ વિ તન્ના, ધીરુ ચંદે, બીપીન અઢિયા, અનિસ રાચ્છ, જીતેન્દ્ર ખખ્ખર, દિપક શિંગાળા, જયેશ શિંગાળા (સહેલી), ચંદ્રેશ અઢિયા, ભરત ગઢેચા સહિત સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્ર મહેતા, ઉપપ્રમુખ દીપક તિલાવત, અનિલ પુરોહિત, વૈદ, શ્યામ નાથાણી, કિરીટ ઉનડકટ,નવીન ભીંડોરા, વેરાવળના અગ્રણીઓ પૈકી હસુમુખ અઢિયા, ખેતસી મેઠીયા, દિનેશ રાયઠઠ્ઠા,વિવેક દવે તેમજ Pmjay કો-ઓર્ડીનેટર કલ્પેશ રૂપારેલીયાની સમગ્ર ઓપરેટિંગ ટીમ સહિતની ઉપસ્થિતિમાં આરોગ્ય સ્તુતિ બાદ દીપ પ્રાગટ્ય અને સૌ સાથે રાષ્ટ્રગીત ગાઈ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.
વેરાવળ શહેર ઉપરાંત જિલ્લાના 70 વર્ષ કે તેથી વધુ ઉંમરવાળા ભાઈઓ બહેનો માટેના આ જાહેર પ્રથમ કેમ્પમાં ઉમળકાભેર ભાગ લઈ સરકારની આ યોજનાનો લાભ લીધો હતો. ત્યારે મુખ્ય આરોગ્ય અધિકારી ડો.અરુણ રોયએ જણાવેલ કે સરકાર 70 વર્ષ થી ઉપરનાઓ તમામ માટે સીધા રૂપિયા 10 લાખ સુધીના ઓપરેશનો તેમજ સારવાર માટે માન્ય હોસ્પિટલમાં કોઈ પણ જાતના આવક ના દાખલા વગર ફક્ત આધાર કાર્ડની પ્રોસેસથી હોય જેનો વધુમાં વધુ લોકો લાભ મેળવે તે હેતુથી સોશિયલ એક્ટિવિસ્ટ અનિષ રાચ્છ દ્વારા આવા કેમ્પો યોજાય તે માટે તંત્ર અને આરોગ્ય વિભાગ સહકાર આપશે તેવી બાંહેધરી આપી હતી. તેમજ શહેરીજનોએ આ કાર્યને બિરદાવ્યું હોવાનું લોહાણા મહાજન વેરાવળની યાદીમાં જણાવાયું છે
અહેવાલ : અતુલ કૉટૅચા