તબીબ એન.જે. મેઘાણીની ટીમ દ્વારા હોમીયોપેથીક દવાનું વિતરણ કરાયું
કોરોના વાઈરસ જન જાગૃતિ અંતર્ગત
ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ કમ્પાઉન્ડમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા કોરોના વાઈરસ સંક્રમણ સાથે રક્ષાત્મક અને જનજાગૃતિ અંતર્ગત તા.૧૧ને બુધવારના રોજ શિબિર યોજાઈ હતી.
તા.૧૧ ને બુધવારના રોજ બપોરના ૨ થી ૨.૩૦ કલાક દરમ્યાન જીલ્લા ન્યાયાલય કમ્પાઉન્ડમાં એ.ડી.આર. બીલ્ડીંગ નજીક શિબિરનું આયોજન કરેલ છે.
ડો. એન.જે. મેઘાણી અને તેમની ટીમ દ્વારા એક કુટુંબની પાંચ વ્યકિતને રક્ષણાત્મક હોમીયોપેથીક દવા સેવાના ભાગપે વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના જોટાંગીયા, બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી જીગ્નેશ જોશી, જ્યુડીશ્યરી ઓફિસરો-સ્ટાફ અને સીનીયર-જૂનીયર એડવોકેટો ઉપસ્તિ રહ્યાં હતા અને હોમિયોપેીક તબીબ એન.જે.મેઘાણીએ કોરોના વિશે માહિતગાર કર્યા હતા.