રાત્રી સમયે કામ કરતા કામદારો માટે કોફી અને ૩૦ મિનિટની ઉંઘ ઉર્જા મેળવવા માટે ફાયદારૂપ
માનવશરીરને ઉર્જાથી ભરપુર રાખવા માટે અનેકવિધ પ્રકારના ખોરાક લેવામાં આવતા હોય છે પરંતુ પ્રશ્ર્ન એ ઉદભવિત થાય કે જે રાત્રી સમયે કામદારો કામ કરી રહ્યા હોય તેઓને ઉર્જા કેવી રીતે એકત્રિત કરવી. આ મુદ્દાને ધ્યાને લઈ જે અભ્યાસ કરવામાં આવ્યો છે તેમાં માનવામાં આવી રહ્યું છે કે, જો રાત્રી સમયે કામ કરતા કામદારો કેફીન પદાર્થ માત્રામાં લ્યે અને ૨૦ થી ૩૦ મિનિટ જેટલી ઉંઘ કરે તેના શરીરમાં ઉર્જાનો સંચાર થઈ શકે છે.
કેફિન પદાર્થ વિશે જયારે વાત કરવામાં આવે તો તેને નશીલા પદાર્થ તરીકે જ માનવામાં આવે છે પરંતુ ખરાઅર્થમાં છેલ્લા ઘણા સમયથી કેફિન પદાર્થનું સેવન અત્યંત જોખમી સાબિત થતું હોય છે પરંતુ જો લોકોએ પોતાના શરીરમાં ઉર્જાનો સંચાર કરવો હોય તો કેફિન પદાર્થનું નિયમિત માત્રામાં જો સેવન કરવામાં આવે તો તેનો ફાયદો મળી શકે છે.
અભ્યાસમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે જે રાત ઉજાગરા કરનારા લોકો કોફીનું સેવન કરે. કારણકે કોફીમાં કેફિનનો પદાર્થ હોવાથી તે ઉર્જાના સંચાર માટે અત્યંત ફાયદારૂપ અને કારગત નિવડે છે.
આ તકે લોકો કોફી બાદ જો ૨૦ થી ૩૦ મિનિટની ઉંઘ કરે તો તેઓને ઘણો ફાયદો પહોંચશે અને ઉર્જાથી તે તેમનું કાર્ય પણ કરી શકશે. રાત્રી સમયે કામ કરતા કામદારો માટેની નાઈટ શીફટ અત્યંત કપરી હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન તેઓને સતર્ક અને એકટીવ રાખવા માટે અનેકવિધ તર્ક-વિતર્કની અમલવારી કરવામાં આવતી હોય છે. આ તકે જો કોફીનું સેવન નિર્ધારીત માત્રામાં કરવામાં આવે તો તે લોકો માટે અત્યંત ઉપયોગી અને કારગત નિવડે છે.
ઘણી વખત કોફીનું વધારેનું એટલે કે અતિરેક સેવન શરીર માટે જોખમી પણ છે જેથી લોકોએ કોફી માટે નિર્ધારીત માત્રા નકકી કરવી જોઈએ. કારણ એ છે કે કોફીમાં કેફિનનું પદાર્થ પુરતા પ્રમાણમાં જોવા મળે છે.
કોફી પીનારા લોકો માટે સારા સમાચાર એ છે કે કોફી એવો પદાર્થ છે કે જે શરીરમાં ઉર્જાનો સંચાર કરવા માટે ખુબ જ ઉપયોગી નિવડે છે. પરંતુ આજની યુવાપેઢી કોફીનું સેવન નિયમિત માત્રા કરતા વધુ માત્રામાં કરતા હોવાથી તેમને ઘણીખરી તકલીફનો પણ સામનો કરવો પડે છે પરંતુ અભ્યાસમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે ઉજાગરા કરનાર અને રાત્રી સમયે કામ કરતા કારીગરો માટે કેફીનને આશીર્વાદરૂપ સાબિત થાય છે.